Aapnu Gujarat
ગુજરાત

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અઘ્યક્ષતામાં વિરમગામ વિધાનસભાની સમીક્ષા બેઠક યોજાઇ

વિરમગામના સોકલી હાઇવે પરની ગુરૂકુળ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અઘ્યક્ષતામાં વિરમગામ વિધાનસભા ની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે આજરોજ સોકલી ગુરુકુળ ખાતે વિરમગામ વિધાનસભા વિરમગામ,માંડલ,દેત્રોજ તાલુકાનાં વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.


આ બેઠકમાં ભાજપનાં કે.સી.પટેલ, અમદાવાદ જીલ્લા અધ્યક્ષ આર સી પટેલ, સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઇ ફતેપુરા,રાજ્યસભાના સાસંદ શંકરભાઈ વેગડ, ધંધુકાના પૂર્વ સાસંદ રતિલાલ વર્મા, અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કમાભાઈ રાઠોડ, વિરમગામના પૂર્વ ઘારાસભ્ય વજુભાઈ ડોડીયા,પ્રાગજીભાઇ પટેલ, અમદાવાદ જીલ્લા મહામંત્રી માધુભાઈ ઠાકોર, શૈલેશભાઈ દાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપ ડોડીયા તેમજ વિરમગામ, માંડલ,દેત્રોજ, તાલુકાના ભાજપના પ્રમુખ- ઉપપ્રમુખ, આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગુરુકુળ ખાતે જીતુભાઇ વાઘાણી દ્વારા ભાજપ કાર્યકર્તાઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
ઃ- રિપોર્ટર ,અમિત હળવદિયા વિરમગામ

Related posts

एपीएमसी-श्रेयस क्रोसिंग रास्ता दिपावली बाद रिसरफेस होगा

aapnugujarat

राज्यसभा चुनाव : कांग्रेस को क्रॉस वोटिंग की आशंका के चलते गुजरात बहार जायेंगे विधायक

aapnugujarat

પાકને જડબાતોડ જવાબ બદલ સેનાને શુભેચ્છાઓ : વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1