Aapnu Gujarat
બિઝનેસ

જુની જ્વેલરીના વેચાણ પર કોઇ જીએસટી લાગશે નહીં

રેવેન્યુ વિભાગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, જુની જ્વેલરીના વેચાણ અને વ્યક્તિગતો દ્વારા જુના વાહનોના વેચાણ પર કોઇપણ પ્રકારની જીએસટી લાગૂ થશે નહીં. કારોબાર ઉપર જીએસટીની કોઇ અસર જોવા મળશે નહીં. રેવેન્યુ સેક્રેટરી હસમુખ અઢિયા દ્વારા આ મુજબની સ્પષ્ટતા કરવામાં આવી છે. વિભાગે નિવેદન જારી કરીને કહ્યું છે કે, વ્યક્તિગતો દ્વારા જુના વાહનો અને જુની જ્વેલરીના વેચાણ પર કોઇ જીએસટી લાગૂ થશે નહીં. આને લઇને દુવિધાભરી સ્થિતિ પ્રવર્તી રહી હતી. મળેલી માહિતી મુજબ વ્યક્તિગતો દ્વારા જુની જ્વેલરીના જ્વેલરને વેચાણથી કલમ ૯(૪)ની જોગવાઈ લાગૂ થશે નહીં. જ્વેલરને આવી ખરીદી ઉપર કોઇપણ પ્રકારના રિવર્સ ચાર્જ મેકેનિઝમ લાગૂ થશે નહીં. રેવેન્યુ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આજ નિયમ ટુ વ્હીલર્સ અથવા તો જુની કારના વેચાણ ઉપર પણ લાગૂ થશે નહીં. કારણ કે, કોઇપણ જીએસટી આમા લાગૂ થનાર નથી. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કલમમાં એવી જોગવાઈ છે કે, અનરજિસ્ટર્ડ સપ્લાયર્સ દ્વારા ટેક્સપાત્ર ચીજવસ્તુના સપ્લાય ઉપર ટેક્સમાં જ ચુકવણી કરવાની ફરજ પડશે. ટેક્સ વ્યવસ્થાને લઇને ભારે દુવિધાભરી સ્થિતિ હતી. પહેલી જુલાઈના દિવસે જીએસટી વ્યવસ્થા દેશભરમાં અમલી કરવામાં આવ્યા બાદથી ભારે ગુંચવણભરી સ્થિતિ કારોબારીમાં દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં કારોબારીઓ દેખાવો પણ કરી રહ્યા છે. ખુલાસાઓ પણ થઇ રહ્યા છે પરંતુ હજુ દુવિધાઓ અકબંધ રહી છે.

Related posts

मंदी की चपेट में पारले, 10 हजार लोगों की जॉब्स पर लटकी तलवार

aapnugujarat

શાકભાજી સપ્ટેમ્બરમાં થશે સસ્તી

editor

ચીન કરતાં ભારતમાં વધુ ભ્રષ્ટાચાર, સૌથી ભ્રષ્ટ દેશોમાં ૮૧મુંં સ્થાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1