Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ચીન કરતાં ભારતમાં વધુ ભ્રષ્ટાચાર, સૌથી ભ્રષ્ટ દેશોમાં ૮૧મુંં સ્થાન

નીરવ મોદી, મેહુલ ચોક્સી અથવા રોટોમેક જેવા કૌભાંડોની વાત એકતરફ મુકી દેવામાં આવે, તો પણ આપણાં દેશમાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. આ કૌભાંડોના સામે આવ્યાના પહેલાં વર્ષમાં એટલે કે, ૨૦૧૭માં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં વૈશ્વિક દેશોના કરપ્શન ઇન્ડેક્સને દર્શાવવામાં આવ્યો છે.  ગયા વર્ષની સરખામણીમાં ભ્રષ્ટાચારમાં ભારત બે સ્કેલ નીચે જઇને ૧૮૩ દેશોમાં ૮૧માં સ્થાન પર પહોંચી ગયું છે.  ૨૦૧૬માં ભારત ૭૯માં નંબર પર હતું. રેન્કિંગ માટે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે ૦ (સૌથી વધુ ભ્રષ્ટ) અને ૧૦૦ પોઇન્ટ (ભ્રષ્ટાચાર મુક્ત)ના સ્કેલ પર ૧૮૩ દેશોમાં સરકારી સંગઠનો અને કંપનીઓમાં ભ્રષ્ટાચારનું આકલન કર્યુ છે. ભારતને આ વર્ષે પણ ૨૦૧૬ની માફક ૪૦ પોઇન્ટ્‌સ મળ્યા છે. જે દેશોનો સૌથી વધારે સ્કોર થાય છે, તે એટલા જ ભ્રષ્ટ ગણાય છે. બર્લિન સ્થિત આ એન્ટી-કરપ્શન ઓર્ગેનાઇઝેશન – વર્લ્ડ બેંક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને અન્ય સંગઠનોના આંકડાઓના આધારે વિશ્વની સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચારનું અંદાજ લગાવે છે. સૌથી ઓછા ભ્રષ્ટ ૫ દેશોમાં ન્યૂઝીલેન્ડને ૮૯, ડેનમાર્કને ૮૮, ફિનલેન્ડને ૮૫, નોર્વેને ૮૫ અને સ્વિત્ઝર્લેન્ડને ૮૫ પોઇન્ટ્‌સ મળ્યા છે.સૌથી વધુ ભ્રષ્ટ ૫ દેશોમાં ૧૮૩માં નંબરે સોમાલિયાને ૯, ૧૮૨માં નંબર પર સૂડાનને ૧૨, ૧૮૧ નંબર પર સીરિયાને ૧૪, ૧૮૦ નંબર પર અફઘાનિસ્તાનને ૧૫ અને ૧૯૭માં નંબર પર યમનને ૧૬ પોઇન્ટ્‌સ મળ્યા છે.

Related posts

જીએસટી ગ્રેટ સેલ્ફિશ ટેક્સ તરીકે છે : મમતા

aapnugujarat

બંગાળમાં કામ કરવા તૃણમૂલ ટેક્સ આપવો પડે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

aapnugujarat

મહારાષ્ટ્ર હિંસાનો મામલો લોકસભામાં પણ ચમક્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1