Aapnu Gujarat
ગુજરાત

નરેન્દ્ર મોદી ફરી એપ્રિલ મહિનામાં આવશે ગુજરાતના પ્રવાસે, આદિવાસી સંમેલનનો થશે કાર્યક્રમ

નરેન્દ્ર મોદી ફરી એપ્રિલ મહિનામાં આવશે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. આગામી સમયમાં આદિવાસી સમાજના લોકોનું સંમેલનનો થવા જઈ રહ્યું છે.

20 એપ્રિલના રોજ દાહોદમાં આદિવાસી સમાજના સંમેલનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા છે. આજે ગાંધીનગરમાં બેઠક સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળવા જઈ રહી છે ત્યારે આ પ્રવાસને લઈને ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમનું સફળ આયોજન કેમ કરવું તેને લઈને ચર્ચા કરવામાં આવશે.

1 લાખથી વધુ આદિવાસીઓના સંમેલનની તૈયારીઓ મધ્યગુજરાત દાહોદ ખાતે થવા જઈ રહી છે. 20 અેપ્રિલ આસ પાસ મધ્ય ગુજરાતમા દાહોદમાં મોટા પાયે આ સંમેલ થવા જઈ રહ્યું છે. ભાજપની તૈયારીઓની કવાયત શરૂ કરવામાં આવી રહી છે તેવું કહી શકાય છે કેમ કે, વડાપ્રાધનના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. લગભગ એક મહિનામાં એક જાહેર સભાને સંબોધન કરી શકે છે વડાપ્રધાન. જેથી માર્ચ મહિનામાં તેમના રોડ શો બાદ બની શકે છે કે, 20 એપ્રિલે પણ તેઓ આ સંમેલમાં હાજરી આપી શકે છે.

Related posts

राइड टूटने के मामले में पूर्व कॉर्पोरेटर के भाई, पुत्र सहित ६ लोगों के विरूद्ध शिकायत

aapnugujarat

મારા કાર્યકરોનો નિર્ણય માથે ચડાવીશ : આશાબહેન પટેલ

aapnugujarat

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ વેન્ટિલેટર પર

editor

Leave a Comment

UA-96247877-1