Aapnu Gujarat
ગુજરાત

કૃષિ મંત્રી બે દિવસ સુધી જામનગરમાં, સર્કિટ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક યોજશે

રાજ્યના કૃષિ અને ગૌ સવર્ધન મંત્રી રાઘવજી પટેલ બે દિવસના સતાવાર મુલાકાતે આવશે. આ નિમિતે તેઓ જિલ્લાના જુદા જુદા એપીએમસી ખાતે મુલાકાત લઇ ચર્ચાઓ કરશે. આ ઉપરાંત જામનગરમાં લોક સંપર્ક પણ યોજશે. આવતીકાલ તા.૦૧ એપ્રિલ શુક્રવાર અને તા.૦૨ એપ્રિલ શનિવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૦૧ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે એ.પી.એમ.સી. જોડીયા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૮:૩૦ કલાકે એ.પી.એમ.સી. ધ્રોલ ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૯:૦૦ થી ૦૯:૩૦ કલાક સુધી ધ્રોલ કાર્યાલય ખાતે લોકસંપર્ક, ૧૦:૩૦ કલાકે એ.પી.એમ.સી. હાપા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૧૨:૦૦ થી ૧૭:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તા.૦૨ શનિવારના રોજ મંત્રીશ્રી ૧૬:૦૦ કલાક થી ૧૭:૩૦ કલાક સુધી રાજપર, સુમરા અને પીપરટોડા ખાતે લોકસંપર્ક યોજશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કૃષિ મંત્રી પોતાના મત વિસ્તારમાં ફરી સક્રિય થઇ રહ્યા છે.

Related posts

દલિત વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના પ્રયાસનો મામલે બી.જે. મેડિકલ કોલેજમાં તોડફોડ પ્રકરણમાં ડીને નોંધાવેલ ફરિયાદ

aapnugujarat

ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગત્તિ માટે યોજાયેલા ત્રિવસીય પ્રદર્શનને ખૂલ્લુ મૂકતાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી તડવી

aapnugujarat

પ્રધાનમંત્રી મોદીના હસ્તે ૪ માર્ચે મેટ્રો ટ્રેનનું ઉદ્‌ઘાટન થશે નીતિન પટેેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1