Aapnu Gujarat
ગુજરાત

દલિત વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના પ્રયાસનો મામલે બી.જે. મેડિકલ કોલેજમાં તોડફોડ પ્રકરણમાં ડીને નોંધાવેલ ફરિયાદ

શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલમાં થર્ડ એમબીબીએસના સર્જરી વિભાગના એક દલિત વિદ્યાર્થીએ સ્થાનિક ડોકટરોના ત્રાસથી કંટાળી બે દિવસ પહેલાં ઉઁઘની ગોળીઓ ખાઇ આત્મહત્યા કરવાના વિરોધમાં ભીમ શકિત સેના દ્વારા બી.જે.મેડિકલ કોલેજના ડીનની ઓફિસમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી અને હોબાળો મચાવ્યો હતો. આ તોડફોડ પ્રકરણમાં બી.જે.મેડિકલ કોલેજના ડીને આજે ૧૫ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજીબાજુ, ભીમ શકિત સેનાના કાર્યકરોએ આજે પણ ઘટનાના વિરોધમાં વિશાળ રેલી યોજી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમગ્ર પ્રકરણમાં કસૂરવારોને સજા કરવા માંગણી કરી હતી.
દલિત વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના પ્રયાસના પ્રકરણમાં બી.જે.મેડિકલ કોલેજમાં જ અભ્યાસ કરતાં નવ ડોકટરો વિરૂધ્ધ એટ્રોસીટી એકટ હેઠળ શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બી.જે.મેડિકલ કોલેજમાં થર્ડ એમબીબીએસમાં અભ્યાસ કરતાં મૂળ તામિલનાડુના વતની એવા મરીરાજ નામના યુવકે ગઇકાલે સાંજે કોલેજેની હોસ્ટેલના રૂમ નં-૩૦૬માં ઝેરી દવાની ગોળીઓ વધુ પ્રમાણમાં ગળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મરીરાજને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ થતાં શાહીબાગ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પીડિત યુવક મરીરાજને હોસ્ટેલમાં રહેતા અન્ય તબીબી શાખાના વિદ્યાર્થીઓ દ્વારા અપમાનજનક વ્યવહાર અને વર્તન કરવામાં આવતા હતા અને તેને ત્રાસ અપાતો હતો. મરીરાજે કોલેજના ઉપરી અધિકારીઓ અને સંબંધિત સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરી હોવાછતાં કોઇ પગલાં નહી લેવાતાં કંટાળીને તેણે છેવટે આ પગલું ભર્યું હતું. ચકચારભર્યા આ પ્રકરણમાં ગઇકાલે સાંજે ભીમ શકિત સેનાના કાર્યકરો બી.જે.મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને ત્યાં ડીનની ઓફિસમાં ભારે તોડફોડ કરી હતી. ભીમ શકિત સેનાના કાર્યકરોએ દલિત વિદ્યાર્થી પર અત્યાચારની ઘટનાને વખોડી કાઢી ન્યાય માટેની ઉગ્ર માંગણી કરી હતી. ભીમ શકિત સેનાના કાર્યકરોની તોડફોડ, હોબાળા અને સૂત્રોચ્ચારને પગલે સિવિલ કેમ્પસમાં વાતાવરણ થોડીવાર માટે તંગ બની ગયું હતું. આ ઘટનામાં આજે ડીન દ્વારા તોડફોડ કરવા આવેલા શખ્સો પૈકીના પંદર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, ભીમ શકિત સેનાના કાર્યકરોએ આજે પણ દલિત વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રયાસના પ્રકરણમાં ઉગ્ર દેખાવો ચાલુ રાખ્યા હતા અને વિશાળ રેલી યોજી હતી અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. કાર્યકરોએ આ પ્રકરણમાં જે કોઇ સંડોવાયેલું હોય તે તમામ વિરૂધ્ધ કાયદાનુસાર પગલા લઇ સજા કરવા માંગણી કરી હતી.

Related posts

ગુજરાતમાં મારી પાસે ભાજપ-કોંગ્રેસ એમ બે વિકલ્પ છે : અલ્પેશ ઠાકોર

aapnugujarat

મુખ્યમંત્રીનાં આવાસે દેખાવો કરી રહેલાં કોળી સમાજનાં ઘણાં કાર્યકરોની અટકાયત

aapnugujarat

૨૬ લોકસભા બેઠક ઉપર વિજય સંકલ્પ સંમેલન થશે : ભરત પંડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1