Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરની મમતા વિકલાંગ સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

હિંમતનગરની મમતા વિકલાંગ શિશુ મંદિર ખાતે ૭૧માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. બાળકો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હિંમતનગર શહેર નગરપાલિકા ના પ્રમુખ અનિરુદ્ધ સોરઠિયા, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, કારોબારી ચેરમેન વિમલ ઉપાધ્યાય, ડોક્ટર મહેન્દ્ર શાહ. ( ેંજીછ ), મમતા વિકલાંગ શિશુ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અને હ્યુમન રિસર્ચ ફાઉન્ડેશન હિંમતનગરના જ્યંતિ પટેલ, હિમતનગર શહેર ભાજપ પ્રમુખ હર્ષદ મિસ્ત્રી,, નગરપાલિકાના સદસ્યોઅને કર્મચારીઓ, સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. હિંમતનગરના સેવાભાવી કાર્યકર્તા અશોક સથવારાએ સ્કૂલના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

અમદાવાદમાં બેફામ કાર ચાલકે દંપતીને મારી ટક્કર : પતિનું મોત

aapnugujarat

अहमदाबाद : ११ दिन में उल्टी-दस्त के १६९ केस

aapnugujarat

નોકરી માટે વિદેશ જતાં શ્રમિક માટે જાહેર થયેલી માર્ગદર્શિકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1