Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા હિંમતનગર ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરના મહાવીર નગર પંચદેવ મંદિર પરિસરમાં સાબરકાંઠા પોલીસ પરિવાર અને સાબરકાંઠા પોલીસ બેન્ડ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા તથા નગરના અગ્રણીઓ, શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. પોલીસ બેન્ડે અલગ-અલગ પ્રકારના સંગીત આપી વાતાવરણ દેશ ભક્તિમય બનાવી દીધું હતું જેમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે. રાઠોડ તથા સ્ટાફનાં મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

नवरंगपुरा में पीजी हाउस में युवती के साथ छेड़छाड़

aapnugujarat

શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગત્ત વર્ષ કરતા ઓછા ભાવ મળશે

aapnugujarat

શહેરમાં આગના ચાર બનાવ એકસાથે બનતા ડ્રાઈવરો ખુટી પડયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1