Aapnu Gujarat
ગુજરાત

શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગત્ત વર્ષ કરતા ઓછા ભાવ મળશે

દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર છે. આ વખતે તેમને શેરડીના ગત વર્ષ કરતા ઓછા ભાવ મળશે. બારડોલી સુગરે ગત વર્ષ કરતા ભાવ ૮૦ રૂપિયા ઘટાડીને પ્રતિ ટન માટે ૨૭૫૩ રૂપિયા જાહેર કર્યા છે. જ્યારે મઢી સુગરે ગત વર્ષના ભાવમાં ૧૧૦ રૂપિયા ઘટાડીને ૨૫૦૧ રૂપિયા પ્રતિ ટન નક્કી કર્યો છે.
જોકે મહુવા સુગરે ૨૫૦૫ રૂપિયા પ્રતિ ટન શેરડીનો ભાવ જાહેર કર્યો છે જે ગત વર્ષ કરતા ૫૪ રૂપિયા વધારે છે. રવિવારે જાહેર થયેલા ભાવોમાં સરકારની આયાત નિકાસની નીતિની સીધી અસર જોવા મળી. હિસાબી વર્ષમાં જે ભાવો રહ્યા હોય તે મુજબ ખાંડની સ્ટોક વેલ્યુ મુકી શેરડીના ટન દીઠ ભાવો નક્કી થાય છે. સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં આવી જતા સુગર સંચાલકે ૩૧૦૦ રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરી રહી.

Related posts

બિટકોઇન કેસ : પાલડિયાની જામીન અરજી ફગાવાઇ

aapnugujarat

હિંમતનગરમાં બકરા ચોરતી ગેંગનો વીડિયો થયો વાયરલ

aapnugujarat

૧૮ ડિસેમ્બરે છોટુભાઇ પુરાણી વ્યાયામ કોલેજ ખાતે નર્મદા જિલ્લાની બંને બેઠકોની મત ગણતરી હાથ ધરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1