Aapnu Gujarat
બિઝનેસ

સરકારે જીએસટી ચોરી પર લગામ મૂકવા ઇ-વે બિલ સિસ્ટમમાં કર્યા ફેરફાર

ધંધાર્થીઓ માટે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સને લઇને એક સમાચાર સામે આવ્યા છે. સરકારે જીએસટી ચોરી પર લગામ મૂકવા માટે હાલની ઇ-વે બિલ સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યા છે. હવે ઇ-વે બિલ જનરેટ કરવા માટે પિન કોડ નાંખવું જરૂરી બનશે. સાથે જ એક ભરતિયા પર માત્ર એક જ ઇ-વે બિલ જનરેટ થશે.સરકારે જીએસટી ચોરી પર લગામ મૂકવા માટે ઇ-વે બિલ સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. હવે પોસ્ટલ પિન કોડ નાંખ્યા વગર ઇ-વે બિલ જનરેટ નહીં થાય.
લોડિંગ-અનલોડિંગ અંતરની ગણતરી કરવા માટે તેનો ઉપયોગ થશે. હવે પિનકોડ દ્વારા ઓટોમેટિક રીતે અંતરની ગણતરી થશે. હવે માલના લોડિંગ અને અનલોડિંગ લોકેશનનું પિન કોડ જરૂરી બનશે.
પિનકોડ પ્રમણે ડિલીવરીનું વાસ્તવિક અંતર નક્કી થશે. વાસ્તવિક અંતરથી ૧૦ ટકા ઊંચ-નીચની સંભાવના મળશે.હવે એક ભરતિયા પર માત્ર એક જ ઇ-વે બિલ જનરેટ થશે. પહેલાં એક ભરતિયાથી ઘણા ઇ-વે બિલ જનરેટ થઇ શકતા હતા. કનસાઇનર, કનસાઇની અને ટ્રાન્સપોર્ટરને સિંગલ બિલ મળશે. ૫૦,૦૦૦થી વધુના માલ કેરેજ માટે ઇ-વે બિલ જરૂરી બનશે.

Related posts

વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરશે બેંક

editor

મોબાઈલથી થશે અસલી નકલી દવાઓની ઓળખ

aapnugujarat

सेंसेक्स 246 अंक चढ़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1