Aapnu Gujarat
બિઝનેસ

મોબાઈલથી થશે અસલી નકલી દવાઓની ઓળખ

તમે જે દવા લઈ રહ્યાં છો તે અસલી છે કે નકલી તેની ઓળખ કરવામાં હવે ખૂબ સરળતા થઈ જશે. જો તમારી પાસે મોબાઈલ ફોન છે તો તમે પણ આ દવાઓની ઓળખ કરી શકશો. આના માટે સરકાર જલ્દી જ ક્યૂઆર કોડની વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે.ફાર્માસ્યુટિકલ મંત્રાલય અનુસાર સરકારી હોસ્પિટલો, જન ઔષધી કેન્દ્રો પર ઉપસ્થિત દવાઓ પર એપ્રિલ ૨૦૧૯ થી ક્યૂઆર કોડ અનિવાર્ય છે. બજારમાં ઉપસ્થિત અન્ય દવાઓ માટે આ વ્યવસ્થા એપ્રિલ ૨૦૨૦ થી લાગૂ થવા જઈ રહી છે. આના દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના ફોનથી જ કોઈ દવા પર ઉપસ્થિત ક્યૂઆર કોડને સ્કેન કરશે કે તરત જ તે વ્યક્તિના ફોન પર તે દવાની તમામ માહિતી આવી જશે.
એસોચેમ અનુસાર, ભારતમાં નકલી દવાઓનું બજાર ૪,૦૦૦ કરોડ રુપિયાનું છે. અહીંયા વેચાતી દવાઓ પૈકી ૨૫ ટકા દવાઓ નકલી છે. નકલી દવાઓના વેચાણ મામલે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ભારતમાં વેચાનારી દસ દવાઓ પૈકી એક દવા નકલી છે. આ ક્યૂઆર કોડની નકલ કરવી અશક્ય હશે, એટલે કે નકલી દવાઓ પર આ ક્યૂઆર કોડ નહી લગાવવામાં આવી શકે.ક્યૂઆર કોડથી ગ્રાહકોની સાથે સીધી રીતે જ કંપનીઓને પણ ફાયદો પ્રાપ્ત થશે.
નકલથી દર વર્ષે હજાર કરોડ રુપિયાનું નુકસાન દેશમાં વ્યાપાર કરનારી દવાની કંપનીઓને થાય છે. તો નકલી દવાઓ લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે જ ક્યૂઆર કોડની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.
ક્યૂઆર કોડમાં દવાની પૂર્ણ જાણકારી છૂપાયેલી હશે. આમાં બેંચ નંબર, સોલ્ટ, કંપનીનું નામ, કીંમત, હેલ્પલાઈન નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ અને આઉટ ડેટની તારીખ હશે.

Related posts

જેટના ૨૨૦૦૦થી વધારે કર્મીઓને લઇ ચિંતા : ક્રોસ સેક્ટર ભરતી માટેનો વિકલ્પ છે : રિપોર્ટ

aapnugujarat

૯ કંપનીની મૂડી ૧.૫૮ લાખ કરોડ વધી

aapnugujarat

ગુજરાત સરકાર અને ગુગલ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1