Aapnu Gujarat
બિઝનેસ

ગુજરાત સરકાર અને ગુગલ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી ડિજીટલ ગુજરાતના પ્રયાસોને ફાસ્ટ ટ્રેક પર લાવવાના ઉદાત હેતુથી ગુજરાત સરકારે ઈન્ટનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ ઈન્ડિયા સાથે એમઓયુ કર્યા છે. પ્રધાનમંત્રીના ડિઝીટલ ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત ડિઝીટાઈઝેશનના આ એમઓયુથી અગ્રેસર બન્યું છે. ગાંધીનગરમાં આ એમઓયુ ગુગલ ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડિરેક્ટર ચેતન ક્રિષ્ણાસ્વામી તથા મુખ્ય સચિવ ડા.જે એન સિંહ, તેમજ પ્રવાસન, શ્રમ રોજગાર, ઉચ્ચશિક્ષણ, ગ્રામ વિકાસ અને સાયન્સ ટેકનોલોજીના અગ્રસચિવઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. આ એમઓયુ અન્વયે ગ્રામીણ મહિલાઓને ડિજીટલ વિશ્વથી માહિતગાર કરવા ગુગલ ઈન્ડિયા ગુજરાત સરકાર સાથે મળીને પ્રયાસ કરશે. ગુગલ ઈન્ડિયા ઈન્ટરનેટ સાથી કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ અને બાળકોને રોજિંદા જીવનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ પુરી પાડશે. આ ઉપરાંત, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને તેમના વ્યાપારની વૃદ્ધિ માટે ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની તાલીમ અને લઘુ ઉદ્યોગકારોને ડિજીટલ અનલોક્ડ કાર્યક્રમ હેઠળ ગુગલ ઓનલાઈન બિઝનેસ માટે મદદરૂપ થશે. લાયકાતપાત્ર સ્ટાર્ટ અપ ઉદ્યોગોને ગુગલ એક વર્ષ ૨૦,૦૦૦ યુએસ ડોલર સુધીની ગુગલ ક્લાઉડ સુવિધા પણ આપશે, તેમ આ એમઓયુ અંતર્ગત નક્કી થયું છે. રાજ્યના યુવાધનને આધુનિક મોબાઈલ અને વેબ ટેકનોલોજી અંગે માહિતગાર કરીને તેમના કૌશલ્યવર્ધનના પ્રયાસો વેગવાન બનાવાશે. ડિગ્રી ડિપ્લોમા અને એમસીએ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ગુગલ એન્ડ્રોઈડ ફંડામેન્ટલ્સના કોર્સ અને મોબાઈલ ડેવલપમેન્ટ તાલીમ ઓફર કરશે. ગુજરાતની ઈતિહાસ અને ભવ્ય સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા ગુગલ અને ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ, તેમજ પ્રવાસન વિભાગ સાથે મળીને રાજ્યના ઇતિહાસ, સ્થાપત્ય વારસા અને સાંસ્કૃતિક વિરાસતનો ડિજીટલ સંગ્રહ તૈયાર કરશે.

Related posts

વોડાફોન-આઇડિયા મર્જરને સરકારે આપેલ લીલીઝંડી

aapnugujarat

આઈટી દ્વારા નોટબંધી પહેલા જંગી કેશ ડિપોઝિટ સંદર્ભમાં તપાસ

aapnugujarat

સેન્સેક્સમાં 950 પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1