Aapnu Gujarat
બિઝનેસ

આઈટી દ્વારા નોટબંધી પહેલા જંગી કેશ ડિપોઝિટ સંદર્ભમાં તપાસ

નોટબંધીના એલાનથી પહેલા જે લોકોએ મોટી માત્રામાં રોકડ રકમ જમા કરી હતી તેમની પાછળ પણ ટેક્સ વિભાગ દ્વારા ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. ટેક્સ વિભાગ ૮મી નવેમ્બરથી પહેલા આ પ્રકારની કેશ ડિપોઝિટ કરનાર નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧થી હજુ સુધીના વિગતોના સંદર્ભમાં પ્રશ્નો કરવાની શરૂઆત કરી દીધી છે. મકાનની ખરીદી કરનાર આવા લોકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. જે લોકો તરફથી જાહેર કરવામાં આવેલી ખરીદી કિંમત ગાઇડન્સ કિંમત કરતા ઓછી છે તે લોકોને પણ ઘેરામાં લેવામાં આવ્યા છે. ટેક્સ અધિકારીઓને જો કોઇ જવાબ સંતોષજનક મળશે નહીં તો ફેર મુલ્યાંકનના આદેશ આપવામાં આવશે. એક ટેક્સ અધિકારીએ વિગત આપતા કહ્યું હતું કે, ઉપલબ્ધ સૂચનાઓના આધાર પર મામલાઓને વધારે જોખમ અને ઓછા જોખમ એમ બે વર્ગમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે. બંનેમાં તપાસ થઇ રહી છે.

Related posts

ફ્લિપકાર્ટે વોલમાર્ટને ૭૭ ટકા હિસ્સેદારી વેચી દીધી

aapnugujarat

મોલના ભાડા ઓફિસ ભાડા કરતા વધારે ઝડપથી વધ્યા છે : સર્વે

aapnugujarat

૨૦૦ રૂપિયાની નવી નોટ માટે એટીએમમાં ફેરફારનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1