Aapnu Gujarat
બિઝનેસ

૯ કંપનીની મૂડી ૧.૫૮ લાખ કરોડ વધી

૧૦ ટોચની કંપનીઓ પૈકીની નવ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૫૮૮૮૨.૩૪ કરોડનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ટીસીએસની માર્કેટ પણ હજુ પણ સૌથી વધારે છે પરંતુ આરઆઈએલની માર્કેટ મૂડી અતિઝડપથી વધી રહી છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન એક માત્ર આઈટીસીની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો. આરઆઈએલની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૭૬૧૯૫.૨ કરોડ રૂપિયાનો રેકોર્ડ વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૬૯૪૯૪૪.૫૬ કરોડ સુધી પહોંચી છે. જ્યારે ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૨૬૦૧૫.૧૭ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૭૫૮૫૩૬.૪૬ કરોડ સુધી પહોંચી છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૧૭૩૫૬.૭૨ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૫૬૭૮૮૮.૭૧ કરોડ થઇ ગઇ છે. એચયુએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૧૩૪૬૪.૦૩ કરોડ રૂપિયા વધીને ૩૭૬૮૯૫.૨૨ કરોડ રૂપિયા થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી આ ગાળામાં વધીને ૩૩૨૪૫૫.૬૪ કરોડ થઇ છે. કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ફોસીસની માર્કેટ મૂુડી આ ગાળા દરમિયાન ક્રમશઃ ૬૫૧૮.૯૭ કરોડ અને ૫૩૭૨.૯૬ કરોડ વધીને નવી ઉંચી સપાટી ઉપર પહોંચી છે. મારુતિની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. આની બિલકુલ વિરુદ્ધમાં આઈટીસીની માર્કેટ મૂડી ૨૨૩૪.૫૨ કરોડ ઘટીને ૩૩૦૦૮૮.૪૩ કરોડ સુધી થઇ ગઇ છે. શેરબજારમાં કારોબારના છેલ્લા દિવસે હાલમાં ચાલી રહેલી તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. ઇન્ફોસીસના પરિણામ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં તેની અસર શેરબજાર ઉપર દેખાઈ ન હતી. બીએસઈ સેંસેક્સ સાત પોઇન્ટ ઘટીને ૩૬૫૪૨ની નીચી સપાટી ઉપર રહ્યો હતો. ઇન્ડેક્સ ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન પણ નવેસરની ઓલટાઈમ હાઈ સપાટી ઉપર પહોંચી ગયો હતો. તેની સપાટી ૩૬૭૪૦ નોંધાઈ હતી. આઈટીના પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલા શેરબજારમાં સ્થિતિ સારી રહી પરંતુ અંતે તેમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ૪ પોઇન્ટ ઘટીને ૧૧૦૧૯ની સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસના શેરમાં ૨.૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તેની સપાટી નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૧૩૨૩ નોંધાઈ હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કેનેરા બેંક અને ઇન્ડિયન બેંકના શેરમાં ઘટાડો રહ્યો હતો. એશિયન શેરબજારમાં આજે રિકવરી જોવા મળી હતી.

Related posts

બજારમાં તેજી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ સુધરી બંધ રહ્યો

aapnugujarat

જીએસટી વસુલી આંકડો એક ટ્રિલિયન ઉપર જશે

aapnugujarat

જીસીએમએમએફના ચેરમેનપદે રામસિંહ ફરી વખત ચૂંટાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1