Aapnu Gujarat
બિઝનેસ

જીસીએમએમએફના ચેરમેનપદે રામસિંહ ફરી વખત ચૂંટાયા

ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન(જીસીએમએમએફ)ની ચૂંટણીમાં આજે ચેરમેનપદે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર ચૂંટાઇ આવ્યા હતા, જયારે વાઇસ ચેરમેન પદે શહેરના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ચૂંટાઇ આવ્યા હતા. જીસીએમએમએફના નવા ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ગુજરાત સરકારના પ્રધાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો સહિતના મહાનુભાવો શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા. તો, અમૂલના નવા ચેરમેન રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન જેઠાભાઇ ભરવાડે જીસીએમએમએફના સંઘો, પશુપાલક ખેડૂતો અને સભ્યોના ઉત્કર્ષ અને તેમને પોષણક્ષમ ભાવો મળી રહે અને સાથે સાથે પ્રજા સુધી તેના ફાયદા પહોંચાડવાનો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો. ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન(જીસીએમએમએફ)માં ૧૭ સંઘોનું જોડાણ છે અને તેનું વાર્ષિક ટર્નઓવર ૨૯ હજાર કરોડનું છે. અમૂલ વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી છે, જે ૩૬ લાખથી વધુ ખેડૂતોનું સભ્યપદ ધરાવે છે અને રોજનું એક કરોડ, ૮૦ લાખ લિટર દૂધ ખેડૂતો પાસેથી ખરીદે છે. જીસીએમએમએફના ચેરમેન પદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેનપદે જેઠાભાઇ ભરવાડના નામની દરખાસ્ત પૂર્વ રાજયમંત્રી શંકર ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. અમૂલના ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે જેઠા ભરવાડ પર પસંદગીનો કળશ ઢોળવા પાછળ ભાજપનું બહુ ગણતરીપૂર્વકનું આયોજન છે. કારણ કે, આ બંને નેતાઓ મધ્ય-પૂર્વ ગુજરાતમાંથી આવે છે અને આ વિસ્તારોમાં તેમનો ભારે દબબો અને વર્ચસ્વ છે. જેથી આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મધ્ય-પૂર્વ ગુજરાતના કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવાની વ્યૂહરચનાના ભાગરૂપે આ બંને નેતાઓને અત્યારથી પદભાર સોંપી મહત્વની જવાબદારી પણ તેમના ખભે અપાઇ છે. બંને નેતાઓના જીવન પર નજર કરીએ તો, રામસિંહ પરમાર વર્ષ ૧૯૬૪માં ડાકોરની સંસ્થાન હાઇસ્કૂલમાંથી એસએસસી પાસ થયા હતા, ત્યારબાદ તેઓએ આગળ અભ્યાસ કર્યો ન હતો. તેઓ તાલુકા પંચાયત, ધારાસભ્ય, મંત્રીથી લઇ અમૂલ ડેરીના ચેરમેન સુધીની રાજકીય સફર ખેડી ચૂકયા છે અને રાજકારણનો એક લાંબો અનુભવ ધરાવે છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમનો ભારે દબદબો અને વર્ચસ્વ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રામસિંહ પરમારનો તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ઠાસરા બેઠક પરથી કોંગ્રેસના કાંતિ પરમાર સામે ૭૦૨૮ મતોથી હારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રામસિંહ પરમાર આ બેઠક પરથી સને ૧૯૮૫થી સતત છ ટર્મથી પ્રભુત્વ ધરાવતા હતા પરંતુ આ વખતની ચૂંટણીમાં હાર્યા હતા. તો, જેઠા ભરવાડ એક સમયે પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ૨૭ વર્ષ સુધી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ તેમને પોલીસ સેવામાંથી સસ્પેન્ડ કરાયા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. સને ૧૯૯૮માં સૌપ્રથમવાર તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે લડયા હતા અને પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક પરથી જીત્યા હતા. બાદમાં ભાજપે તેમને પોતાની પાર્ટીમાં સમાવતાં જેઠા ભરવાડ ભાજપ સાથે જોડાયા હતા અને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના કમળના નિશાન પર શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેમનું નામ સાબરમતી કાંડથી લઇ અશ્લીલ કલિપીંગ જોવા સહિતના કેટલાય ચકચારી પ્રકરણમાં ઉછળી ચૂકયું છે. જેઠા ભરવાડ પણ સતત પાંચ ટર્મથી આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે.

Related posts

ગેલેક્સી આઈપીઓને લઇ કારોબારી આશાવાદી : ૩૧ જાન્યુઆરીએ ઓફર બંધ થશે

aapnugujarat

नीरव मोदी की बैंकरप्सी फाइलिंग से खुल सकती है पोल

aapnugujarat

एक करोड़ रुपये तक कैश रखने की हो छूट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1