Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં ઉતાર-ચઢાવનાં સંકેત

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા અને અન્ય સાત પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. દલાલસ્ટ્રીટની દિશા નક્કી કરવામાં આ સાત પરિબળોની ભૂમિકા રહેશે. હાલમાં જુદા જુદા પરિબળો વચ્ચે શેરબજારમાં તેજી રહેવાના સંકેત પણ દેખાઈ રહયા છે. ક્રૂડની કિંમતમાં હાલમાં ઘટાડો થયો છે. ઉપરાંત રૂપિયામાં પણ રિકવરી થઇ છે. પ્રથમ ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા આશાસ્પદ રહ્યા છે. આ સપ્તાહ દરમિયાન સ્થાનિક ઇક્વિટીમાં રેકોર્ડ ઉછાળો રહ્યો છે. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ ૨.૪૭ ટકા અને નિફ્ટી ૨.૨૮ ટકા ઉછળીને બંધ રહ્યો છે જે પરિબળોની અસર થનાર છે તેમાં જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા મહત્વપૂર્ણ છે. એફએમસીજીની મહાકાય કંપની હિન્દુસ્તાન યુનિલીવર દ્વારા આવતીકાલે પોતાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે જ્યારે ઝી, ક્રિસિલ, અશોક લેલેન્ડ દ્વારા મંગળવારના દિવસે, બંધન બેંક, જેકે ટાયર, આરકોમ, અલ્ટ્રાટેક સિમેન્ટના પરિણામ બુધવારના દિવસે જાહેર કરવામાં આવનાર છે. બજાજ ફાઈનસર્વ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રાના પરિણામ ગુરુવારના દિવસે જાહેર કરાશે. આવી જ રીતે વિપ્રો, બજાજ ઓટો, એમસીએક્સ, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફના પરિણામ ૨૦મી જુલાઈના દિવસે ધોષિત થશે. અન્ય મહત્વપૂર્ણ આંકડા પણ જારી કરવામાં આવનાર છે જેમાં માઇક્રો મોરચે સરકાર સોમવારે એટલે કે આવતીકાલે હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવાના આંકડા જાહેર કરશે. મે મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવો ૧૪ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો મે ૨૦૧૮માં ૪.૪૩ ટકા રહ્યો હતો જ્યારે એપ્રિલ મહિનામાં ૩.૧૮ ટકા અને એક વર્ષ અગાઉના ગાળા દરમિયાન ૨.૨૬ ટકા રહ્યો હતો. આવતીકાલે પીસી જ્વેલર્સના કારોબાર ઉપર તમામની નજર કેન્દ્રિત રહેશે. કારણ કે કંપનીએ ૪૨૪ કરોડ રૂપિયાની કિંમતના શેર બાયબેક કરવાની પોતાની જાહેરાત પરત ખેંચી લીધી છે. ડોક્ટર રેડ્ડી દ્વારા પણ પોતાની ગતિવિધિને લઇને ગણતરી કરી લીધી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન આવતીકાલે મળનાર છે.
યુક્રેન ઉપર પ્રતિબંધોને હળવા કરવા માટે પુટિન પહેલાથી જ ટ્રમ્પને કહી ચુક્યા છે. બીજી બાજુ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સિરિયામાં યુદ્ધને લઇને કરવામાં આવેલા આક્ષેપો પરત ખેંચી લેવામાં આવે. મૂડીરોકાણકારો અમેરિકી ડોલર સામે રૂપિયાની ચાલ અને ક્રૂડની કિંમત ઉપર પણ નજર રાખશે. રૂપિયો શુક્રવારના દિવસે ૬૮.૩૧ની સપાટીએ બંધ રહ્યો હતો. ૧૭મીએ યુએસ ફેડરલના ચેરમેન પોલિસીના સંદર્ભમાં નિર્ણય લેનાર છે.

Related posts

વડાપ્રધાન મોદીની હત્યાના કાવતરાનો પર્દાફાશ

aapnugujarat

एससीओ सम्मेलन में नहीं होगी इमरान से पीएम मोदी की बैठक : विदेश मंत्रालय

aapnugujarat

बिहार उपचुनाव : अररिया और जहानाबाद आरजेडी के खाते में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1