Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાંથી ૧,૨૦૦ કરોડ ખેંચાયા

વેચવાલીનું મોજુ અકબંધ રહ્યું છે. વિદેશી રોકાણકારોએ આ મહિનાના પ્રથમ બે સપ્તાહમાં ડેબ્ટ માર્કેટમાંથી આશરે ૧૨૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. તેલની ઉંચી કિંમતો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટમાં સંભવિત વધારાની સ્થિતિ વચ્ચે જંગી નાણાં પાછા ખેંચી લીધા છે. ફેબ્રુઆરીથી જુલાઈના ગાળા દરમિયાન એટલે કે છેલ્લા પાંચ મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૫૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા બાદ આ વેચવાલી જારી રહી છે. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોેએ ડેબ્ટમાં જાન્યુઆરી મહિનામાં ૮૫૦૦ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેસરના આંકડા દર્શાવે છે કે, ડેબ્ટ માર્કેટમાં બીજીથી ૧૩મીના ગાળા દરમિયાન ૧૧૯૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી રોકાણકારોએ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ઇક્વિટીમાં ૫૯૨ કરોડ રૂપિયા છાલવ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી સતત નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાંથી એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન ૨૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં ૬૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ પણ સ્થિતિમાં સુધારો થયો નથી. માર્ચ મહિનામાં ૨૬૬૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા મૂડી માર્કેટમાં ૨૨૨૭૨ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા જ્યારે ફેબ્રુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૧૬૭૪ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું. માર્ચ મહિનામાં ફરીથી ૨૬૬૨ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. એપ્રિલ મહિના બાદથી ઉથલપાથલ શરૂ થઇ હતી. જૂન સુધી સ્થિતિ સારી રહી હતી પરંતુ છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ૬૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આ વર્ષે એફપીઆઈ માટે સ્થિતિ બિલકુલ પણ સાનુકુળ રહી નથી. આના માટે ઘણા બધા પરિબળો જવાબદાર રહ્યા છે. ભારતમાંથી જંગી નાણાં પરત ખેંચવામાં આવ્યા હતા. એક્સચેંજ ટ્રેડેડ ફંડ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારત હાલમાં વધતી જતી ક્રૂડ ઓઇલની કિંમતને લઇને ચિંતાતુર છે. છેલ્લા બે મહિનાના ગાળા દરમિયાન ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાંથી ૪૫૦૦૦ કરોડની રકમ પરત ખેંચવામાં આવી હતી. તે પહેલા વિદેશી રોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા હતા. છેલ્લા બે મહિનાના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૧૬૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. ઉંચી ક્રૂડ ઓઇલની કિંમતને લઇને ચિંતા અકબંધ રહી છે. રિટેલ ફુગાવામાં વધારો પણ થઇ રહ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે.

Related posts

બજેટ પહેલા શેરબજાર વધુ મજબુત બને તેવી સંભાવના

aapnugujarat

૧૦ પાકિસ્તાની રેન્જર્સ ઠાર : બીએસએફે બદલો લીધો

aapnugujarat

उद्योगों के लिए एकल खिड़की व्यवस्था जल्द : गोयल

editor

Leave a Comment

UA-96247877-1