Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

દેશભરમાં ૭૧માં પ્રજાસતાક દિવસની ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે.ત્યારે આજ રોજ તા.ર૬-૦૧-ર૦ર૦ ના રોજ સમ્રગ કાંકરેજ તાલુકામાં રાષ્ટ્ર પ્રેમ સાથે ૭૧માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે
કાંકરેજ તાલુકાની ભદ્રેવાડી પ્રાથમિક શાળામાં પ્રજાસતાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાથમિક શાળાના અને શ્રી સરકારી માધ્યમિક શાળાના બાળકો દ્વારા ગામની શેરી અને મહોલ્લાઓમાં ભારત માતાકી જય, હિન્દુસ્તાન અમર રહો જેવા નારા સાથે રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ પરત ફરી પ્રા. શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત ગામમાં સૌથી વધારે ભણેલી દીકરીના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ગીત રજુ કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક નાટક સ્વાગત ગીત પીરામેન્ટગુજરાતી ડાન્સ જેવા વગેરે કાર્યક્રમો રજુ કરાય હતાં.
આ કાર્યકમમાં દાતાઓનું સન્માન શિક્ષકો વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રા.શાળાના મુખ્ય દાતા ઈકબાલ પટેલ, નિઃસ્વાર્થ ફાઉન્ડેશન, અબ્બાસ ઉકાણી, અસગર જાબ્રોટ, ડી.ડી.જાલેરા, ભુરાજી જાલેરા, રામાભાઈ ગજજર, રમેશ ગજજર, વેદાંતા પ્રા.લી (ક્રેન ઓઈલ એન્ડ ગેસ’ વગેરેનું પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગને અનુરૂપ પ્રા. શાળાના આચાર્ય દ્વારા પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા પોતાની માતા સ્મૃતિમાં ગામ લોકોને નાસ્તો અપાયો. કાર્યક્રમનું સંચાલન ડી.કે.દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત, ભદ્રવાડી પ્રાથમિક શાળાના આચાર્ય ગોપાલ જોષી, શ્રી માધ્યમિક શાળાના આચાર્ય રોહિત દેસાઈ, ફખરૂદીન ઉકાણી, પત્રકાર, કાંતિજી જાલેરા, ડી.ડી.જાલેરા, એસ.એમ.સી.અધ્યક્ષ ભુરાજી જાલેરા, મુરતુજા ઉકાણી, રામાભાઈ ગજજર, ઉમેદભાઈ રાવલ, કે.બી.શાહ, દિલુભા વાઘેલા, જોરાભાઈ રાવળ,વગેરે સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો પધાર્યા હતા.
(તસ્વીર/અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

બનાસકાંઠાનાં નીચાણવાળા વિસ્તારના ગામોને પૂરઆપદાથી બચાવવા અન્યત્ર વસાવાશે

aapnugujarat

ડભોઈમાં નેશનલ વોટર ડે ની ઉજવણી કરાઈ

editor

કરોડોનું ફુલેકું ફેરવનાર અભય ગાંધીને ચેક રિટર્ન કેસમાં સજા થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1