Aapnu Gujarat
ગુજરાત

નોકરી માટે વિદેશ જતાં શ્રમિક માટે જાહેર થયેલી માર્ગદર્શિકા

ગલ્ફ દેશોમાં વસતા ૭૦ ટકા ભારતીયો શ્રમિકો રોજગારી માટે વિદેશમાં જતા હોય છે. આ માટે વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ધી પ્રોટેકટર્સ ઓફ ઈમીગ્રાન્ટસ પીઓઈની રચના કરી છે, જેના દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જે મુજબ વિદેશમાં નોકરી મેળવવા માત્ર વિદેશ મંત્રાલય સાથે રજીસ્ટ્રેશન ધરાવતા ભરતી એજન્ટોના માધ્યમથી જ જવું અને નકલી એજન્ટો મારફત ન જવું. જતા સમયે કોઈ પણ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ કોઈ પેકેટ સાથે લઈને ન જવું જતા પહેલા જરૂરી પ્રશિક્ષણ મેળવીને જવું, ત્યાં પહોંચતા જ ભારતીય દુતાવાસનો સંપર્ક કરવો. આ માટે પરદેશ મેં આપકા દોસ્ત ભારતીય દુતાવાસ સુત્ર હેઠળ ૧૮૦૦ ૧૧ ૩૦૯૦ ટોલ ફ્રી હેલ્પ લાઈન શરૂ કરાઈ છે તેનો પણ સંપર્ક કરવા મીનીસ્ટ્રી ઓફ એક્ષ્ટર્નલ અફેર્સની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ગલ્ફ દેશોમાં રહેલા ભારતીય મિશનોને ભારતીય કામદારો તરફથી મહેનતાણાની ચુકવણઈ ન કરવી પગારની ચુકવણીમાં વિલંબ, કંપની અચાનક બંધ થવી, ગેરવર્તાવ, કામકાજના વધુ કલાકો, પોલીસ સત્તાધિશો સમક્ષ ખોટી તહોમત ફાઈલ કરવી, પાસપોર્ટ જપ્ત કરી લેવા, કોન્ટ્રાક્ટની શરતોનું ઉલ્લંઘન કરવું, એક્ઝીટ વિઝા વગેરે જેવી વિવિધ પ્રકારની ફરિયાદો મળતી રહે છે. આવી બાબતોને ધ્યાને લઈને વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ઈમિગ્રેશન અધિનિયમ ૧૯૮૩ હેઠળ સુચિત કરવામાં આવેલી કાર્યપ્રણાલી અનુસાર વિદેશમાં સ્થળાંતર માટે ઈચ્છુક લોકોને ઈમીગ્રેશન ક્લિયરન્સ મંજુર કરાવવાની કામગીરી કરે છે. આ પીઓઈ વિદેશમાં સ્થળાંતર કરનારા લોકોને તેમની લાંબા અંતરની મુસાફરી દરમિયાન અને તે દેશમાં તેમનાં વસવાટના સમયગાળા અને તેમના ભારત પાછા આવવાની મુસાફરી દરમિયાન મળનારી સગવડ વિશે અને તેઓ ત્યાં ક્ય પ્રોટેક્ટર જનરલ ઓફ ઇમિગ્રાન્ટ્‌સ કે અન્ય અધિકૃત સત્તાધિશને રિપોર્ટ કરશે વગેરે જેવી તપાસ કરશે. અન્ને ઉલ્લેખનીય છે કે, ગલ્ફ દેશોમાં વસતા ભારતીયો મજબુત અને પ્રભારીશાળી અસ્તિત્વ ધરાવે છે. તેમાંથી અંદાજે ૭૦ ટકા લોકો શ્રમિક વર્ગના છે. તેઓ કન્સ્ટ્રક્શન કંપનીઓ, નગરપાલિકાઓ, સ્થાનિક કામદારો જેવા ક્ષેત્રોમાં કુશળ અને અર્ધ કુશળ શ્રમિકો તરીકે રોજગારી ધરાવે છે. તેમનામાંથી અમુક લોકો કારીગર, ડ્રાઈવર, કસબી અને અન્ય ટેકનિકલ શ્રમિકો તરીકે રોજગારી મેળવતા હોઈ વર્તમાન સમયમાં ગલ્ફ દેશોમાં વધી રહેલા સ્થળાંતરને પગલે ભારતીય મુળના લોકો છેતરાય નહીં તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. ગલ્ફ દેશોમાં સ્થળાંતર માટે ગરીબ બિન-કુશળ અને અર્ધ-કુશળ શ્રમિકો ધણા જોખમ ઉઠાવતા હોય છે, તે માટે આ માર્ગદર્શિકા ફળદાયી નીવડશે.

Related posts

વિજાપુરમાં બનેવીએ સાળાને મોતને ઘાટ ઉતાર્યો

editor

ગાંધીનગર ખાતે ૪૪૦૦થી વધુ અનુસૂચિત જાતિ-સફાઇ કામદાર લાભાર્થીઓને રૂ.૭૫ કરોડથી વધુના સાધન-ચેક સહાય અપાઇ

aapnugujarat

स्मार्टसिटी के साथ जुड़े प्रोजेक्ट १५ महीने बाद भी अधूरे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1