Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં ત્રણ જ વર્ષમાં ૩૦ હજાર ઇ-રિક્ષા

મ્યુનિસિપલ કમિશનરે વિજય નહેરાએ જણાવ્યું હતું કે, શહેરમાં પર્યાવરણ અને હવાની શુધ્ધતાની બાબતમાં અમ્યુકો બહુ ગંભીર છે અને તેની અમલવારની ભાગરૂપે ઇલેક્ટ્રીક મોબીલીટીની સાથે આગામી ત્રણ વર્ષમાં ૩૦ હજાર ઇ-રીક્ષાનો પાયલોટ પ્રોજેકટ પણ અમલી બનાવાશે. જે અંતર્ગત આરટીઓથી બીઆરટીએસ માટે ઇ-રીક્ષા માટે વર્ક ઓર્ડરની કામગીરી હાથ ધરાશે. એપ્રિલ-૨૦૧૯ સુધીમાં પ્રાથમિક તબક્કે ૧૫૦ ઇલેક્ટ્રીક રીક્ષા દોડાવવામાં આવશે. ત્યારબાદ ડિસેમ્બર-૨૦૧૯ સુધીમાં વધારાની બે હજાર ઇલેકટ્રીક રીક્ષા દોડાવાશે. એ પછીના બે વર્ષમાં ૩૦ હજાર ઇ-રીક્ષાઓ શહેરના માર્ગો પર દોડતી થશે. જેને લઇ શહેરમાં ટ્રાફિક, પ્રદૂષણ, પાર્કિંગ, હવાની ગુણવત્તા, પર્યાવરણ સહિતના અનેક પ્રશ્નોના નિરાકરણમાં બહુ મોટી મદદ મળશે. ઇ-રીક્ષાના કન્સેપ્ટને લઇ ટ્રાફિક પોલીસની મદદથી શહેરના ઓટોરીક્ષાચાલકોને પણ આ હકારાત્મક પાયલોટ પ્રોજેકટમાં જાગૃત કરી સામેલ કરાશે. આ સિવાય રૂટીન ઓટોરીક્ષા માટે જુદા જુદા ઝોનમાં રીક્ષા પાર્કિંગના બોર્ડ સાથેના ઓન સ્ટ્રીટ રીક્ષા પાર્કિંગ સ્ટેન્ડ પણ ઉભા કરવામાં આવશે.

Related posts

પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદ્દત વધુ એક માસ લંબાવાઈ

editor

હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની સુવિધાનું મેન્ટેનન્સ થતું નથી : ૧૯મીએ શહેરમાં ફાયર સેફ્ટી અંગે સેમિનાર

aapnugujarat

ગોધરા વાલ્મિકી સમાજ દ્વારા હાથરસના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદનપત્ર સોંપાયું

editor

Leave a Comment

UA-96247877-1