Aapnu Gujarat
ગુજરાત

પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદ્દત વધુ એક માસ લંબાવાઈ

રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની મુદત વધુ એક માસ માટે લંબાવવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, નાણાં વિભાગની સ્થાયી જોગવાઇઓ મુજબ રાજ્ય સરકારના તમામ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઇ મે મહિનાથી શરૂ કરી જુલાઈ મહિના સુધી કરાવવાની હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇને રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે હયાતીની ખરાઇ વધુ એક માસ એટલે કે ઓગસ્ટ – ૨૦૨૧ સુધી લંબાવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે એટલે હવે પેન્શનરો તેમના હયાતીના ખરાઈ અંગેની પ્રક્રિયા મે-૨૦૨૧થી ઓગસ્ટ – ૨૦૨૧ સુધી કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યુ છે.

Related posts

बुलेट ट्रेन २०२२ तक शुरु करने पीएम मोदी की इच्छा

aapnugujarat

૩ વર્ષમાં ૭૦૦ કરોડના રોડ બનાવી દેવાયા

aapnugujarat

લોકરક્ષકદળ પેપર લીક પ્રકરણમાં ૪ની ધરપકડ : ૩ સસ્પેન્ડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1