Aapnu Gujarat
ગુજરાત

૩ વર્ષમાં ૭૦૦ કરોડના રોડ બનાવી દેવાયા

અમદાવાદ શહેરમા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિવિધ વિસ્તારોમા રસ્તાઓ બનાવવા પાછળ કુલ મળીને રૂપિયા ૭૦૦ કરોડની રકમનો ખર્ચ કરવામા આવ્યો છે આ રસ્તાઓ બનાવવા માટે કુલ મળીને ૨૬ જેટલા કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ આપવામા આવ્યા હોવાછતાં આજદિન સુધી માત્ર ત્રણ કોન્ટ્રાકટરોને જ બ્લેકલિસ્ટ કરવામા આવ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમા પડેલા ભારે વરસાદને પગલે તુટેલા ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ મામલે મ્યુનિસિપલ તંત્ર તરફથી વિજિલન્સ વિભાગને તપાસ સોંપવામા આવી હતી.વિજિલન્સ તરફથી આપવામા આવેલા ૧૯૮ કિલોમીટરના રસ્તાઓ મામલે વચગાળાના અહેવાલના પગલે તંત્રે ત્રણ કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કર્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે,ત્રણ વર્ષમા જે રૂપિયા ૭૦૦ કરોડના રસ્તાઓ અમદાવાદમાં બનાવવામા આવેલા છે તે પાછળ ૨૬ જેટલા કોન્ટ્રાકટરોની ભૂમિકા રહેલી છે આમ છતાં હજુ સુધી માત્ર સાત કોન્ટ્રાકટરોને જ નોટિસ આપવામા આવી છે.બીજી તરફ નામદાર હાઈકોર્ટમા શહેરના તુટેલા રસ્તાઓ મામલે કરવામા આવેલી રીટ પીટીશન બાદ હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશનરને ૧૦ સપ્ટેંબરના રોજ અમદાવાદ શહેરમા તુટેલા રસ્તાઓ મામલે શુ કાર્યવાહી કરવામા આવી તેનો વિગતવાર અહેવાલ રજુ કરવાનો આદેશ કર્યો છે એ અગાઉ કાર્યવાહી કરવામા મ્યુનિસિપલ તંત્ર ઉણુ ઉતરવા પામ્યુ છે.આ અંગે રોડ કમિટીના ચેરમેન જતીન પટેલે બચાવની ભૂમિકામા આવતા કહ્યુ કે,વિજિલન્સનો સંપૂર્ણ રિપોર્ટ આવી ગયા બાદ કાર્યવાહી કરવામા આવશે.પરંતુ વિપક્ષ આ મામલે આક્રમક તેવરમા છે વિપક્ષનેતા દિનેશ શર્માએ પ્રતિક્રીયા આપતા કહ્યુ છે કે,મળતીયા કોન્ટ્રાકટરોને બચાવવા ખેલ પાડવામા આવી રહ્યો છે.ગમે એવા ચમરબંધીને છોડવામા નહી આવે એ પ્રકારના મ્યુનિસિપલ બોર્ડ બેઠકમા દાવાઓ કરવાવાળા મ્યુનિસિપલ કમિશનર,શહેરના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ત્રણે કયાંક ને કયાંક દબાણમાં હોવાના કારણે કાર્યવાહી કરવામા તંત્ર દ્વારા ઢીલાશ વર્તવામા આવી રહી છે.

Related posts

લોકશાહીને બચાવવા માટે લડી રહ્યા છીએ : શક્તિસિંહનો દાવો

aapnugujarat

જૂન-જુલાઈમાં લગ્નનાં માત્ર ૧૫ જ મુહૂર્ત

editor

વિપક્ષના નેતાની પસંદગી માટે કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક બુધવારે મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1