Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો પ્રારંભ થયો

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને લઇ મહિલાઓના મતો આકર્ષવાના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પણ હવે સક્રિય બની છે. અમદાવાદ શહેરમાં બાપુનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા આગેવાનો અને કાર્યકરોની એક મહત્વની બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શોભાબહેન ઓઝા, ગુજરાતના મહિલા પ્રભારી શોભનાબહેન શાહ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબહેન પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરી પૂજાબહેન પ્રજાપતિ સહિતના મહિલા આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકરોએ બાપુનગર ચાર રસ્તાથી બાપુનગર વસાહત સુધી ડોર ટુ ડોર રાઉન્ડ લગાવી લોકસંપર્ક કરી મહિલાઓની સમસ્યાઓ અને તેમના અધિકારો વિશે જાગૃતતા ફેલાવતો અનોખો કાર્યક્રમ યોજયો હતો અને ચૂંટણી પહેલાં મહિલાઓને કોંગ્રેસ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની આજે બાપુનગર વિસ્તારમાં રઘુનાથ હાઇસ્કૂલ ખાતે બેઠક યોજાયા બાદ મહિલા કોંગ્રેસની આગેવાન નેતાઓ અને કાર્યકરો ડોર ટુ ડોર કેમ્પેઇન ચલાવી મહિલાઓની સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ સંબંધી જાગૃતતા ફેલાવવા માટે સમગ્ર વિસ્તારમાં પગપાળા ફર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની આજની બેઠકમાં મહિલાઓના પ્રશ્નો અને સમસ્યાઓને લઇ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. વળી, ગરીબ અને સમાજના નબળા વર્ગની મહિલાઓને આ મામલે જાગૃત કરવા અને તેમના હક્કો અને અધિકારોથી વાકેફ કરવાના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી. ત્યારબાદ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા ડોર ટુ ડોર ફરી મહિલાઓ સાથે સંવાદ યોજી ઉપરોકત વિષય સંબંધી પ્રચાર અને જાગૃતતા ફેલાવવાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોએ મોંઘવારી, શિક્ષણ, રોગચાળા, બિસ્માર રસ્તાઓ, મહિલાઓની અસલામતી સહિતના પ્રશ્નોને લઇ ભાજપ સરકારની નિષ્ફળતાથી પણ સ્થાનિક પ્રજાજનોને વાકેફ કર્યા હતા. સ્થાનિક લોકોએ ખાસ કરીને મહિલાઓએ પણ મહિલા કોંગ્રેસના આ કાર્યક્રમ-પ્રયાસને બિરદાવ્યો હતો. મહિલા કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારના અનેક કાર્યક્રમો યોજાય તેવી શકયતા છે.

Related posts

સાયલા પાસેથી દારૂના ટ્રક ડ્રાઇવરનું અપહરણ કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચની ફરી એકવાર છબિ ખરડાઇ

aapnugujarat

રાજ્યમાં ગરમીથી હાલ કોઈ રાહત નહીં : અમદાવાદમાં 5 દિવસ યલ્લો એલર્ટ

aapnugujarat

સાબરકાંઠા – ગાંધીનગર જિલ્લાને જોડતો પ્રાંતિજ પાસેનો લાકરોડા બ્રિજ જર્જરિત હાલતમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1