Aapnu Gujarat
ગુજરાત

એટીએસએ ઓઇલ ચોરી કૌભાંડના આરોપીને પકડ્યો

એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ(એટીએસ)ના અધિકારીઓએ આજે ઓઇલ ચોરીના ચકચારભર્યા કૌભાંડમાં સંડોવાયેલા આરોપી અમરસિંહ કેસરીસિંહ રાઠોડને રાજસ્થાન ખાતેથી રંગેહાથ ઝડપી લીધો હતો. એટીએસએ આરોપી વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી છે. એટીએસના અધિકારીઓએ મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી અમરસિંહ કેસરીસિંહ રાઠોડને રાજસ્થાનથી ઝડપી લેવાયો હતો. આરોપી ઓઇલ ચોરીના કૌભાંડમાં છેલ્લા ઘણા મહિનાઓથી આરોપી નાસતો ફરતો હતો. આરોપી આણંદ જિલ્લાના મેઘાવી, ખાખરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આઇઓસીની પસાર થતી પાઇપલાઇનોમાં પંકચર પાડી તેમાંથી મોટાપાયે ઓઇલ ચોરી કરતો હતો. ઓઇલ ચોરીના આ સમગ્ર કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી અને તેમાં આરોપી ઘણા સમયથી નાસતો ફરતો હતો. એટીએસના અધિકારીએ તેને બાતમીના આધારે ઝડપી લીધો હતો અને તેની સાથે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કયા કયા આરોપીઓ સંડોવાયા છે તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.

Related posts

આઇટીઆઇ ગોરવાના તાલીમાર્થીઓને પરીક્ષા ફોર્મ્સ ભરવા અંગે સૂચના

aapnugujarat

લંડન આઈ જેવું મોટું ચગડોળ અમદાવાદ રિવરફ્રંટ પર બનશે

aapnugujarat

દલિત પરિવારની દુખદ ઘટના બાદ પોલીસ મહાનિદેશકના નેતૃત્વમાં સીટની રચના થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1