Aapnu Gujarat
ગુજરાત

દલિત પરિવારની દુખદ ઘટના બાદ પોલીસ મહાનિદેશકના નેતૃત્વમાં સીટની રચના થઈ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પાટણ જિલ્લાના દુદખા ગામના દલિત પરિવારની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર છે અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તમામ પ્રકારે સહાયરૂપ થવા નિર્ણયો લઇને મદદ કરી છે. આ ઘટના સંદર્ભે સંવેદનશીલ મુખ્યમંત્રીએ ઘટનાની ન્યાયીક તપાસ થાય તે માટે પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ દળ રચવાનો નિર્ણય કર્યો છે. આ તપાસપંચ ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં સંપૂર્ણ તપાસ કરીને અહેવાલ આપશે. કસુરવાર સામે કડકમાં કડક પગલા લેવાશે. કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે આ સમગ્ર કેસની તપાસ બાબતે રચાયેલ ખાસ તપાસ દળમાં નરસિમ્હા કોમર, આઈજીપી, અધ્યક્ષ, કિરીટભાઈ અધ્વર્યું, નિવૃત અધિક સચિવ, સભ્ય અને મકરંદ ચૌહાણ, પોલીસ અધિક્ષક, સભ્ય સચિવની બનેલ એસઆઈટીની રચના કરાઈ છે. ગૃહ મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, પાટણ જિલ્લાના દુદખા ગામના દલિત પરિવારની ઘટાજમીન માટેની માંગણી વારંવારની રજુઆતો સંબંધમાં કોઈ પ્રતિભાવ ન મળતા ભાનુભાઈ વણકર ગંભીર રીતે દાઝી જતા તેઓને એપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ભાનુભાઈ વણકરનું તા. ૧૬.૨.૨૦૧૮ના રોજ અવસાન થયું હતું. આ દુઃખદ બનાવ સંદર્ભે તા. ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમ્યાન તેમના વિવિધ પડતર પ્રશ્નોના સત્વરે નિકાલ કરવા તેમના પરીવાર જતો દ્વારા માંગણીઓ પણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવી સંવેદનશીલતા પૂર્વક તેઓના પ્રશ્નોના નિકાલ કરવાનો પ્રયાસ હાથ ધરીને તેઓની માંગણીઓ પર કાર્યવાહી કરવા રાજ્ય સરકારે તૈયારી દાખવી હતી. મંત્રી જાડેજા એ ઉમેર્યું હતું કે, તેમના પરીવારજો દ્વારા જે માંગણીઓ કરાઈ હતી તે સંદર્ભે પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામની ઘટના સંદર્ભે ખાસ કિસ્સા તરીકે શરતોને આધિન જમીન નિયમબધ્ધ કરી આપવા કલેક્ટર પાટણ દ્વારા તા. ૧૯.૨.૨૦૧૮ના રોજ હુકમ કરવામાં આવેલ છે. તેમણે ઉમેર્યું કે, સ્વ.ભાનુભાઈ વણકરના પુત્ર ભાર્ગવકુમાર ભાનુપ્રસાદ મેઉવા કે જેઓ જામવાડા પ્રાથમિક શાળા, તાલુકો સાતલપુર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

Related posts

ચુડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી

editor

અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કારણે વધુ એક વ્યક્તિનું મોત

aapnugujarat

ચેક રિટર્ન થતા સસરાએ નોંધાવી ફરિયાદ, જમાઇને જેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1