Aapnu Gujarat
ગુજરાત

ચેક રિટર્ન થતા સસરાએ નોંધાવી ફરિયાદ, જમાઇને જેલ

સામાન્ય રીતે સાસું વહુના વચ્ચે ઝઘડા થતા હોય છે અને આવા મામલા છેક પોલીસ સ્ટેશનના પગથિયા સુધી પહોંચી જતા હોય છે. પરંતુ સુરતમાં સસરા અને જમાઇ વચ્ચે થયેલા વ્યવહારના પગલે જમાઇને એક વર્ષની કેદની સજા થઇ હતી.
કાપડના વેપાર માટે જમાઇએ લીધેલા ઊછીના રૂ. ૬.૯૫ લાખની રકમ પરત કરવાનો ચેક રિટર્ન થતાં સસરાએ કરેલી ફરિયાદના કેસમાં જમાઇને કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી જમાઇ ગૌરવ શ્રભગવાન કૌશિકને ત્રીસ દિવસમાં રકમ ચૂકવવા તેમજ રકમ ભરપાઇ નહીં કરે તો વધુ ત્રણ માસની સજા ફટકારી હતી.
મળતી માહિતી પ્રમાણે પવન મનકુલ શર્માએ તેમના જમાઇ ગૌરવનને કાપડના વેપાર માટે સાડા છ લાખ ઉપરાંતની રોકડ રકમ આપી હતી. જે જમાઇએ સાત મહિનામાં આપી દેવા માટેની ખાતરી આપી હતી. પરંતુ ત્યાર બાદ ગલ્લાંતલ્લાં શરૂ કર્યા બાદ ગૌરવે એક ચેક આપ્યો હતો. જે રિટર્ન થયો હતો.
આ સંજોગોમાં પવન શર્માએ તેના જમાઇ સામે જ કેસ કરતા આજે આવેલા ચુકાદામાં કોર્ટે ગૌરવને એક વર્ષની કેદની સજા ફટકાર હતી. તેજ ત્રીસ દિવસની મર્યાદામાં રકમ ચૂકવી આપવા અથવા વધુ ત્રણ માસની કેદની સજા કરતો હુમકમ કર્યો હતો.

Related posts

१४ बागी विधायकों को अयोग्य ठहराने कांग्रेस की विधानसभा अध्यक्ष के समक्ष कांग्रेस की पीटिशन

aapnugujarat

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

प्लेन में बम : यात्री ने प्यार के चक्कर में रखा था लेटर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1