Aapnu Gujarat
ગુજરાત

ચુડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે એન સી ડી કલીનિક દ્વારા વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી.
આજના સમયમાં દોડધામ ભરી જીવનશૈલી અને ભોજનની અણધડ આદતોને કારણે નાની ઉંમરથી લઈ વૃદ્ધો સુધીના લોકો હૃદયરોગથી પીડાતા જોવા મળે છે. ત્યારે તેની સંભાળ વિશે ચુડા સી.એચ.સી ખાતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમા ૩૦ વર્ષથી ઉપરનાં બધા દર્દીઓનું સુગર, બીપી તેમજ બીએમઆઇ કરવામાં આવેલ તેમજ એન સી ડી રોગ( ડાયાબિટીસ, હાયપટેન્શન અને હદય રોગ જેવા બિન ચેપી રોગો વિશે સાદી અને સરળ ભાષામાં દર્દી ઓને માહિતી પુરી પાડી હતી.

  તેમજ વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણીમાં ડૉ. મહેશભાઈ ચાવડા, ડો પૂજા મેડમ કાઉન્સેલર અજીતભાઇ સોલંકી, ડેટા ઓપરેટર  રાજેશભાઈ રાઠોડ અને સ્ટાફ નર્સ ધર્મિષ્ઠાબેન વગેરેએ જહેમત ઉઠાવીને વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણીને સફળ બનાવી હતી. 

દિલથી લઈએ દિલ ની સંભાળ તે અંતર્ગત જરૂરી માર્ગદર્શન સી એચ.સી નાં અધિક્ષક ડૉ. ભગીરથસિંહ પરમાર દ્વારા પુરુ પાડવામાં આવ્યું હતું.

Related posts

पाटीदार समाज और दलित समाज जमीन विवाद : आमने-सामने आए हार्दिक पटेल और जिग्नेश मेवाणी

aapnugujarat

જશોદાનગર ચોકડી પાસે ટ્રકે એકિટવાને ટક્કર મારતા મહિલાનું મોત : બે ઇજાગ્રસ્ત

aapnugujarat

સોમનાથ આવતા યાત્રિકોમાં ધટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1