Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કારણે વધુ એક વ્યક્તિનું મોત

સ્વાઈન ફ્લુના કારણે આજે અમદાવાદમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અને નવા ૧૪ કેસ નોંધાયા હતા. આની સાથે જ સ્વાઈન ફ્લુના કારણે મૃત્યુ થવાનો સિલસિલો જારી રહ્યો છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી મોડી રાત સુધી સ્વાઈન ફ્લુના કારણે મોત અંગે કોઇ માહિતી મળી શકી ન હતી. તંત્ર દ્વારા સ્વાઈન ફ્લુના આંકડા અને કેસોને લઇને માહિતી આપવામાં ઉદાસીનતા રાખવામાં આવી રહી છે જેથી પુરતા પ્રમાણમાં માહિતી મળી રહી નથી. છેલ્લા ૨૪ કલાકમાં એક વ્યક્તિનું મોત થયું છે. હાલમાં આઠ દર્દી વેન્ટીલેટર પર, ત્રણ દર્દી બાયપેપ ઉપર, નવ દર્દીઓ ઓક્સિજન પર છે. અત્યાર સુધી અમદાવાદમાં ૨૨૮૯ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મ્યુનિ કોર્પોરેશન ખાતે ૧૫૪૫૩ નંગ ટેમીફ્લુનો જથ્થો છે. ૨૭૩ સિરપનો જથ્થો છે. આયુર્વેદિક ઉકાળાની સંખ્યા કુલ ૮૪૦૧૪૨ નોંધાઇ છે.
૨૦૦૯ બાદથી મોતનો આંકડો ૧૭૫૫ સુધી પહોંચ્યો છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં મોતનો આંકડો અવિરતરીતે વધી રહ્યો છે. હજુ પણ ઘણા લોકો સ્વાઈન ફ્લુની સારવાર લઇ રહ્યા છે જ્યારે કેટલાક લોકો ઓક્સિજન પર અને કેટલાક લોકો બાયપેપ ઉપર છે. હજુ પણ અનેક દર્દી વેન્ટીલેટર પરહોવાની વિગત સપાટી ઉપર આવી ચુકી છે. સરકાર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવી છે. કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. સ્વાઈન ફ્લુથી મોતના મામલામાં ગુજરાત સૌથી અગ્રણી રાજ્ય પૈકી થઇ ગયું છે. કિલર સ્વાઈન ફ્લુને કાબૂમા લેવામાં સફળતા મળી રહી છે તેવા ગુજરાત સરકારના દાવાઓ છતાં સ્વાઇન ફ્લુના કારણે દરરોજ મોતનો સિલસિલો જારી રહ્યો છે. એકલા અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક છે. એકંદરે જુદા જુદા ભાગોમાં સ્વાઈન ફ્લુથી મોટી સંખ્યામાં લોકો ગ્રસ્ત થયા છે. નવા નવા કેસ દર્શાવે છે કે ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે.

Related posts

હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ એશોશિયેશનના પ્રમૂખ ડો.સૂજાત વલી દ્વારા બાબા રામદેવને સજા કરવા માંગ

editor

૧૮ ડિસેમ્બરે મત ગણતરીના દિવસે ટ્રાફિક નિયમન સંદર્ભે વાહનોના ડાયર્ઝન માટે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ

aapnugujarat

ભૂતકાળમાં કોઇ સરકારે ખેડૂતોની ચિંતા કરી નથી : ગણપત વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1