Aapnu Gujarat
શિક્ષણ

બોર્ડ પરીક્ષા સંદર્ભે તમામ શાળાઓને તાકિદ કરાઇ

શિક્ષણંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ ંકે, રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે ફી નિયમન અધિનિયમ કાયદો બનાવી સસ્તી શિક્ષણ ઘરઆંગણે મળી રહે તેવી વ્યવસ્થા દેશમાં સૌપ્રથમ ગુજરાતે કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ માટે અનેકવિધ પગલા લેવાઈ રહ્યા છે ત્યારે આ સંદર્બે શાળા સંચાલકો દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ કરાયો, તે સંદર્ભે સુપ્રીમ કોર્ટે વાલીઓની તરફેણમાં જે ચુકાદો આપ્યો તેને રાજ્ય સરકાર આવકારે છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં આગામી ૧૨મી માર્ચથી બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ચાલુ થાય ચે ત્યારે ફી માટે ગુજરાતના એક પણ વિદ્યાર્થીનું ભાવિ બગડે નહીં તે આપણી સૌની જવાબદારી છે. કેટલીક શાળાઓ ફી નહીં ભરવાને કારણએ પરીક્ષાની હોલ ટિકિટ રોકવાની ધમકી આપે છે. તે બાબત સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. સમાજમાં કેટલીય શાળાઓ મફત શિક્ષણ આપે છે. સમાજના કેટલાક શ્રેષ્ઠીઓ કેટલાય બાળકોના અભ્યાસનો ખર્ચ પુરો પાડે છે. આવા સંજોગોમાં માત્ર ફી બાકી હોવાના કારણે હોલ ટિકિટ નહીં આપવાની બાબત કોઇપણ સંજોગોમાં ચલાવી શકાશે નહીં. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કૃત્ય થશે, તો રાજ્ય સરકાર ગંભીરતાથી નોંધ લઇ, નિયમાનુસાર આકરા નિર્ણય લેતા અચકાશે નહીં તેવી શિક્ષણમંત્રીએ ગુજરાત બોર્ડની કેસીબીએસઈ સહિત તમામ શાળા સંચાલકોને તાકિદ કરી છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, નામ સુપ્રીમ કોર્ટે ૦૧-૦૨-૨૦૧૮ના હુકમમાં દર્શાવ્યા પ્રમાણે શાળા કોઇ પ્રોવિઝનલ ફી જાહેર કરીને લઇ શકશે પરંતુ તેનાથી વધારે ફી લઇ શકશે નહીં. પ્રોવિઝનલ ફી એક વચગાળાની વ્યવસ્થા હોઇ, તેને ડિપોઝિટ ગણવાની રહેશે.

Related posts

ખીમાણાનાં કૃષ્ણ નાઈએ સમાજનું ગૌરવ વધાર્યું

aapnugujarat

आज से स्कुलो में फिर एक बार छात्रों की चहल पहल

aapnugujarat

આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1