Aapnu Gujarat
ગુજરાત

જીતવાની તક ઓછી હોવાથી કોંગ્રેસ જાતિવાદ ઉપર ઉતરી : પ્રદિપસિંહ જાડેજાના કોંગ્રેસ પર પ્રહારો

ગુજરાતમાં સતત છઠ્ઠીવાર ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપી કોંગ્રેસને છેલ્લા ૩૨ વર્ષથી સત્તા વિમુખ કરનાર ગુજરાતની જનતાનો વિશ્વાસ પુનઃ હાસલ કરવાના બદલે ભાજપ સામે જીતવાની ક્ષમતા ક્ષીણ થઇ હોવાથી કોંગ્રેસ હવે જાતિવાદ-તૃષ્ટિકરણ ઉપર ઉતરી આવી છે. ભારતીય જનતા પાર્ટીએ ૧૯૯૦થી સતત ગુજરાતના વિકાસને લક્ષ્ય બનાવી વિકાસની રાજનીતિનો મંત્ર અપનાવ્યો છે. કોંગ્રેસ હવે વિકાસને ભુલી વિનાશની રાજનીતિ શરૂ કરી હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસવાદને સમર્થન આપવા જનતાએ કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હોય તેવી ૨૫થી વધુ વિધાનસભા મત વિસ્તારોમાં નગરપાલિકાઓમાં ભાજપને સત્તાના સુત્રો સોંપ્યા છે જે દર્શાવે છે કે ગુજરાતમાં ભાજપે જનાધાર ગુમાવ્યો નથી પરંતુ વધાર્યો છે. વર્ષ ૨૦૧૨માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૪૭.૮૫ ટકા મતો મળ્યા હતા જેની સરખામણીમાં ૨૦૧૭માં ૪૮.૮૬ ટકા મત ભાજપને મળ્યા હતા જે દર્શાવે છે કે ઓછું મતદાન હોવા છતાં વધુ મતો આપીને પ્રજાએ ભાજપને સમર્થન આપ્યું છે. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં સતત ૩૨ વર્ષથી સત્તા વિમુખ બનેલી કોંગ્રસના જાતિવાદ તૃષ્ટિકરણ તરફના ઝુકાવને આડે હાથ લેતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ચાબખા માર્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને વરેલી રાજ્ય સરકારે ૧૯૯૦થી સતત વિકાસની રાજનીતિ અપનાવી ગુજરાતને નવી ઉંચાઈઓ બક્ષી છે. આજે સમગ્ર વિશ્વમાં ગુરાતનું વિકાસ મોડલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Related posts

એસ.સી.-એસ.ટી. વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશિપનાં પૈસા ચુકવાયા નથી

aapnugujarat

ગુજરાતભરમાં તીવ્ર વાવાઝોડા સાથે વરસાદ : ૭નાં મોત

aapnugujarat

મોદીનું પાટીદાર પોલિટિક્સ, ૪ માર્ચે કડવા અને ૫ માર્ચે લેઉવાના બનશે મહેમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1