Aapnu Gujarat
ગુજરાત

સાયલા પાસેથી દારૂના ટ્રક ડ્રાઇવરનું અપહરણ કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચની ફરી એકવાર છબિ ખરડાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં ૩૯૪ પેટી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ચાલકનું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ અપહરણ કરી લઇ જતા હતા. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે ઝડપાયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલ મળી ચાર સામે અપહરણની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે. ચારમાંથી દેવા ધરજીયા અગાઉ પણ ૯૫ લાખના તોડકાંડમાં વિવાદમાં આવી ચૂક્યો હતો. આથી વિવાદાસ્પદ દેવા ધરજીયાને ફિલ્ડમાં જવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. જોકે, મહિલા PSI ભાવના કડછાના કહેવાથી ફિલ્ડમાં માકલવામાં આવ્યો હતો. ફિલ્ડમાં જતાની સાથે જ દારૂની હેરાફેરીમાં સંડોવણી ખુલી. દેવા ધરજીયા બૂટલેગર સૌરભ ચંદારાણાના સંપર્કમાં પણ હતો.

…સ્ટેટ મોનિટરિંગ સેલે સત્તાવાર રીતે નોંધાવેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ દેવા ધરજીયાના ફોનમાં બૂટલેગર સૌરભ ચંદારાણાનું નામ ‘ઝેડ રામનાથ’ના નામે સેવ કરવામાં આવ્યું છે. ધરજીયાના મોબાઈલમાં સૌરભ ચંદારાણાનું વોટ્સએપ ચેક કરતાં ૧૬ જૂલાઈ ૨૦૨૧ થી અલગ-અલગ મેસેજ તેમજ ફોટા, લોકેશન વગેરેની આપ-લે કરવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આવી જ રીતે કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલાના ફોનમાં ચેક કરવામાં આવતાં તેણે સૌરભ ચંદારાણાનો નંબર ‘ભક્તિ લાલો ફોલ્ડર’ના નામે સેવ કરેલો છે. ૨૦૨૨ થી લઈ ૧૬ માર્ચ ૨૦૨૨ સુધી વાહન રજિસ્ટ્રેશન ડિટેઇલ, મેસેજ, લોકેશન અને એક ફોટોની આપ-લે કરવામાં આવી છે. આમ આ બન્ને કોન્સ્ટેબલ બૂટલેગર સૌરભ ચંદારાણા સાથે સંપર્કમાં હોવાનું પણ ખૂલ્યું છે..સાયલા પાસેથી દારૂના ટ્રક ડ્રાઇવરનું અપહરણ કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચની ફરી એકવાર છબિ ખરડાઇ છે. ત્યારે આ કાંડમાં સંડોવાયેલા કોન્સ્ટેબલ દેવા ધરજીયા, ક્રિપાલસિંહ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને સુભાષ ઘોઘારી વારંવાર વગોવાઇ ગયા હોવા છતાં તેમને ક્રાઈમ બ્રાન્ચમાં યથાવત રાખવામાં આવ્યા હોવાની વાત પણ શંકા ઉપજાવનારી છે. ઉચ્ચ અધિકારીઓને આ ચારેયની કરતૂત વિશે બરાબરની જાણ હોવા છતાં તેમને પડતા મૂકવાની જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે તે વાત પણ આગળ જતાં બરાબરની નડી જવાની છે તે વાતમાં કોઈ શંકા નથી. ક્રાઈમ બ્રાન્ચમાં ઉપરી અધિકારીઓ બદલાઇ ગયા છે પરંતુ નીચેના કર્મીઓ ઠેરના ઠેર રહેતાં સડો અટકવાનું નામ લેતો નથી. ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલાથી દારૂ ભરેલા કન્ટેનરનું અપહરણ કર્યું ત્યારે ક્રાઇમ બ્રાંચના સ્ટાફ સાથે રાજકોટનો નામચીન બૂટલેગર સૌરભ ઉર્ફે લાલો ચંદારાણા પણ હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચતા જ તે નાસી ગયો હતો. જેની પોલીસ શોધખોળ કરી રહી છે, બૂટલેગર સૌરભ ચંદારાણા અને પોલીસની ઘનિષ્ઠ મિત્રતા છે તે પૂરવાર કરતી તસવીર મેળવી હતી. શિવ મંદિરમાં પૂજા કરી રહેલા સોનેરી કલરનો મુગટો પહેરેલો વ્યક્તિ કોન્સ્ટેબલ ભાવેશ મકવાણા છે અને તેની બાજુમાં કાળા રંગનો શર્ટ પહેરેલો વ્યક્તિ બૂટલેગર સૌરભ ચંદારાણા છે. પોલીસને જોતા જ બૂટલેગર અને ગુનેગારો ભાગે તેવી સ્થિતિ હોવી જોઇએ પરંતુ આ તસવીર સાબિત કરે છે કે પોલીસ અને ગુનેગાર વચ્ચે કેવી મિત્રતા છે.

Related posts

GST‌ મુદ્દે કોંગ્રેસના નેતાઓ બેબુનીયાદ નિવેદનો દ્વારા પ્રજાને ઉશ્કેરવાનો નિરર્થક પ્રયાસ બંધ કરે : ભરતભાઈ પંડ્યા

aapnugujarat

નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજ ઉપરના પોલીંગ સ્ટાફ સહિત પોલીસ જવાનો દ્વારા પોસ્ટલ બેલેટથી કરાયું ઉત્સાહભેર મતદાન

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટોબર સુધી પ્રજા માટે ખુલશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1