Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટોબર સુધી પ્રજા માટે ખુલશે

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે મહત્વાકાંક્ષી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટોબર મહિના સુધી સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આનુ ઉદ્‌ઘાટન કરવામાં આવી શકે છે. ૨૯૮૯ કરોડના આ પ્રોજેક્ટનું ખુબ ઓછું કામ હવે બાકી રહ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણાહૂતિના આરે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સરકાર દ્વારા ૩૧મી ઓક્ટોબર સુધી વડાપ્રધાન દ્વારા આના ઉદ્‌ઘાટન માટેની સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ એટલે કે ૩૧મી ઓક્ટોબર સુધી આને પૂર્ણ કરવામાં આવી શકે છે. ભારતના લોખંડી પુરુષ તરીકે ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની મહાકાય પ્રતિમાના ઉદ્‌ઘાટનને લઇને ઉત્સુકતા દેખાઈ રહી છે. તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પસંદગીના પ્રોજેક્ટ પૈકી સ્ટેચ્યુ ઓફ યુનિટી એક છે. નરેન્દ્ર મોદીએ હંમેશા આ પ્રોજેક્ટની પ્રગતિ ઉપર નજર રાખી છે. સરદાર સરોવર બંધ નજીક કેવડિયા કોલોની ખાતે બનાવવામાં આવી રહેલી આ મહાકાય પ્રતિમા પર ૭૦ ટકા કામ પૂર્ણ થઇ ચુક્યું છે. હવે કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. મોટાભાગે આંતરિક અને બહારનું કામ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ બ્રોન્ઝ પેનલ દ્વારા કામગીરી હાથ ધરાશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ સુધી બાકીની કામગીરીને પૂર્ણ કરાશે. તમામ લોકો જાણે છે કે, ડિસેમ્બર ૨૦૧૫માં ૨૯૮૯ કરોડના આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ૫૬૦૦ એમટી સ્ટ્રક્ચરલ સ્ટીલ સાથે તૈયાર કરવામાં આવનાર છે. જ્યારે આમા ૬૬૦૦૦ મેટ્રીકટન કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૯૦૦ મેટ્રિક ટન બ્રોન્ઝ અથવા કાંસ્યનો ઉપયોગ કરાયો છે. ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાના પીલરો પર કામ પૂર્ણ થયું છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પૈકી એક છે. ૧૮૨ મીટરની ઉંચાઈ આ પ્રતિમાની છે. ૭૦ ટકા કામ હજુ પુરુ થઇ ચુક્યું છે. ઓક્ટોબર ૨૦૧૮ સુધી બાકીનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને ફરી એકવાર ઉત્સુકતા વધી ગઈ છે. આને લઇને નિર્માણ કામ શરૂ થયા બાદથી જ સતત ચર્ચા રહી છે.

Related posts

साबरमती आश्रम से बेदखली के खिलाफ HC पहुंचा गांधीजी का बसाया परिवार

aapnugujarat

થરા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈનું સન્માન કરાયું

aapnugujarat

સમાજને અન્યાય કરાશે તો કોંગ્રેસને સહન કરવું પડશે : વિશ્વકર્મા નવરત્ન કારીગર મહામંડળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1