Aapnu Gujarat
ગુજરાત

હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની સુવિધાનું મેન્ટેનન્સ થતું નથી : ૧૯મીએ શહેરમાં ફાયર સેફ્ટી અંગે સેમિનાર

અમદાવાદ શહેર સહિત રાજયભરની મોટાભાગની હાઇરાઇઝ હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી સુવિધાનું મેન્ટેનન્સ જ થતુ નથી, જે જાળવણી ખરેખર જરૂરી છે. અમદાવાદ શહેરની લગભગ ૬૦થી ૭૦ ટકા હોસ્પિટલોમાં પણ ફાયરસેફ્ટી સુવિધા અને સાધનોનું મેન્ટેનન્સ જ થતુ નથી. હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી અને સીકયોરીટી વિષય પર તા.૧૯મી ડિસેમ્બરે અમદાવાદ શહેરમાં બહુ મહત્વના રાજયકક્ષાના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે એમ અત્રે ફાયર એન્ડ સેફ્ટી એસોસીએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ દીપેન મહેતા, ઉપપ્રમુખ મુકેશભાઇ શાહ અને સેક્રેટરી યશ મજીઠીયાએ અત્રે જણાવ્યું હતું. ખૂબ જ અગત્યના એવા સેમીનારમાંથી ગુજરાતભરમાંથી ૩૦૦થી વધુ ડેલીગેટ્‌સ અને ફાયરસેફ્ટી વિષય અને તેના નોર્મ્સના નિષ્ણાત તજજ્ઞ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. ફાયર એન્ડ સેફ્ટી એસોસીએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ દીપેન મહેતા, ઉપપ્રમુખ મુકેશભાઇ શાહ અને સેક્રેટરી યશ મજીઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી અને સીકયોરટીનો મુદ્દો ઘણો અગત્યનો અને સંવેદનશીલ છે કારણ કે, આગ કે અકસ્માતની ઘટના વખતે દર્દીઓને બચાવવા અને તેમની સલામતી સૌથી મહત્વનો મુદ્દો બની રહે છે. આ માટે હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની સુવિધા હોવી માત્ર પૂરતુ નથી પરંતુ તે કાર્યરત અને ચાલુ અવસ્થામાં હોવું ખૂબ જરૂરી છે. વળી, હોસ્પિટલના અમુક સ્ટાફને આગ બુઝાવવાની અથવા તો બચાવ કામગીરીની તાલીમ લઇ નિપુણ હોવું પણ એટલું જ જરૂરી છે કે જેથી આગ-દુર્ઘટના સમયે અસરકારક બચાવ કામગીરી થઇ શકે. તા.૧૯મી ડિસેમ્બરે વસ્ત્રાપુર વિસ્તારમાં હયાત હોટલ ખાતે યોજાનારા રાજયકક્ષાના સેમીનારમાં નેશનલ બિલ્ડીંગ કોડના કન્વીનર અને ચેરમેન એસ.કે.ધેરી, ભારત સરકારના ફાયર એડવાઇઝર ડી.કે.શમી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ, ઉત્તરપ્રદેશના પૂર્વ ડીજીપી વિક્રમસિંહ સહિતના નિષ્ણાત તજજ્ઞો અને ઝાયડસ કેડિલા, એપોલો હોસ્પિટલ અને વડોદરાની વેલકેર હોસ્પિટલના મહાનુભાવો ખાસ હાજરી આપશે અને ઇમર્જીંગ ટ્રેન્ડ ઇન ફાયર સેફ્ટી એન્ડ સીકયોરીટી ફોર હોસ્પિટલ્સ વિષય પર તેમના ખૂબ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડશે. તેમણે ઉમેર્યું કે, નેશનલ બિલ્ડીંગ કોડના નવા નોર્મ્સ પણ હવે આવી ગયા છે અને તેથી તે મુજબ વર્તમાન હોસ્પિટલોમાં જરૂરી ફેરફાર, સુધારા તેમ જ નવી હોસ્પિટલ બનાવતી વખતે આ નોર્મ્સ મુજબ કરવાનું થતું આયોજન સહિતના મુદ્દાઓ વિશે પણ સેમીનારમાં મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરાશે. આગામી દિવસોમાં ફાયર એન્ડ સેફ્ટી એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા અન્ય રાજયોમાં પણ આ પ્રકારના જાગૃતિ સેમીનારનું આયોજન કરાયું છે.

Related posts

વિજાપુરમાં બનેવીએ સાળાને મોતને ઘાટ ઉતાર્યો

editor

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ ઝુમ બરાબર ઝુમ ઝડપાયો : ગુન્હો દાખલ થયો

aapnugujarat

વિજાપુરડા ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1