Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કલમ ૩૫એ ગઠબંધનના એજન્ડા તરીકે : મહેબુબા

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન સાથે વાતચીત કર્યા બાદ મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે, કલમ ૩૫એ એનડીએ સાથે ગઠબંધનના એક એજન્ડા તરીકે છે અને વડાપ્રધાનને આ ગઠબંધન અંગે ખાતરી પણ આપી છે. કલમ ૩૫એ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો ઉપલબ્ધ કરાવે છે. જેને લઇને હાલના દિવસોમાં વ્યાપક ચર્ચા થઇ રહી છે. કલમ ૩૫એ જે રાજ્યને ખાસ દરજ્જો આપે છે તેને દૂર કરવી જોઇએ નહીં. મહેબુબા મુફ્તીએ વધુમાં કહ્યું હતું કે, ભાજપ સાથે પીડીપીના ગઠબંધનના આધાર પર ૩૭૦ની યથાસ્થિતિ જાળવવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, મોદીએ ગઠબંધનના એજન્ડા પર ૧૦૦ ટકા ખાતરી આપી છે. કલમ ૩૭૦માં પણ રાજ્યને ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે. કલમ ૩૫એને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકીને હાલમાં જ અરજી દાખલ કરવામાં આવી હતી. કલમ ૩૫એ રાજ્યના કાયમી નિવાસીઓની પરિભાષા નક્કી કરે છે અને ખાસ અધિકારો પણ ઉપલબ્ધ કરાવે છે. મહેબુબા મુફ્તીએ આ સપ્તાહની શરૂઆતમાં મુખ્ય વિરોધ પક્ષ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા સાથે બેઠક યોજી હતી જેમાં આ મુદ્દે તેમની પાર્ટીના ટેકાની માંગ કરવામાં આવી હતી. ભાજપના જમ્મુ કાશ્મીર એકમે હાલમાં જ આ મુદ્દો ઉઠાવીને ચર્ચા જગાવી હતી. ભાજપના પ્રવક્તા વિરેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે, હવે એ સમય આવી ગયો છે જેમાં બંધારણની કલમ ૩૭૦ અને ૩૫એને વિદાય આપી દેવી જોઇએ. કારણ કે આના કારણે કટ્ટરપંથી વિચારધારા ઉભી થઇ છે. ૨૦૧૪માં વિવાદની શરૂઆત થઇ હતી જ્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી. રાજ્ય સરકાર તરફથી આને લડકાર ફેંકીને અરજી કરાઈ છે જેમાં તર્કદાર દલીલો કરવામાં આવી છે.

Related posts

આગામી ૯૦ દિવસમાં પાકિસ્તાન સામે થઈ શકે છે મોટી વૈશ્વિક કાર્યવાહી

aapnugujarat

કોંગ્રેસમાં સામેલ થતાં જ ઉર્મિલાએ કર્યા બીજેપી પર પ્રહાર, કહ્યું- મોદી રાજમાં અસહિષ્ણુતા વધી

aapnugujarat

પોલિસી સમીક્ષાની વચ્ચે વધુ ૧૧૩ પોઇન્ટનો ઘટાડો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1