Aapnu Gujarat
ગુજરાત

ગણપતિ બનાવનાર મૂર્તિકારોની હાલત કફોડી

હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવનો મહિમા વધુ હોવાના કારણે ભારતભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ વર્ષે વૈશ્વિક કોરોના મહામારના કારણે અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ માસમાં તમામ ધાર્મિક તહેવારો મોકુફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના દરેક ગામમાં, દરેક ચોકમાં અને શહેરી વિસ્તારમાં પણ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવતી હોય છે જે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સરકારના નીતિ નિયમ મુજબ જાહેર જગ્યાએ ગણેશ ઉત્સવ થશે પણ ભીડ ભેગી નહીં થઈ શકે ફક્ત ને ફક્ત પુજા વિધિ અને આરતી કરવામાં આવશે. હિંમતનગર ખાતે ક્રિષ્ણા ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવનાર વિહાર જોર્ષ્તએ જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષથી ગણેશ મૂર્તિ બનાવીએ છીએ જે તમામ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે તથા તેમાં વોટર બેઝ કલરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી પાણી પ્રદુષિત થતું નથી અને પાણીમાં રહેલ જીવજંતુ તથા માછલીઓને પણ નુકસાન થતું નથી. વધુ વાત કરવામાં આવે તો આ વર્ષે લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટેશન તથા કાચો માલના ભાવમાં વધારો થવાના કારણે ગણપતિની મૂર્તિમાં પણ ૨૫ થી ૩૦ ટકા જેટલો ભાવ વધારો થયો છે અને આ વર્ષે ત્રણ ફૂટ કરતા ઓછી મૂર્તિ બનાવવા માટે સરકારના સૂચન છે જેથી ક્યાંક ને ક્યાંક મૂર્તિ બનાવનાર મૂર્તિકારને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે સાથે જ લોકો પોતાના ઘરમાં ગણેશ ઉત્સવ મનાવે છે ત્યારબાદ ગણેશ વિસર્જનમાં આજ મૂર્તિ પાણીના કુંડામાં વિસર્જન કરવાથી કૂંડામાં પણ ફુલ છોડ વાવી શકાય અને તે માટી પ્રદૂષણ પણ કરતી નથી ગત વર્ષ કરતા આ વર્ષે ૪૦થી ૫૦ ટકા વેચાણ ઓછું છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ડાકોર સંકુળ-આસપાસના ક્ષેત્રોને છાવણીમાં ફેરવાયા

aapnugujarat

જિગ્નેશ મેવાણી ૧૦.૨૫ લાખની સંપત્તિના માલિક

editor

પાસ કમીટીના સભ્યોની હાર્દિક સાથે બેઠક યોજાઇ : બંધારણમાં લખ્યું નથી કે, ૫૦ ટકાથી વધુ અનામત ન જ મળે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1