Aapnu Gujarat
ગુજરાત

ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

દર વર્ષે વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કોરોનાની મહામારી દરમિયાન પણ સ્તનપાનને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૨૦ના સુત્ર ‘‘સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે’’ની સમજ આપવામાં આવી હતી. રાજ્ય કક્ષાએથી મળેલ સૂચના મુજબ અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકના ધોળકા તાલુકામાં ધોળકા – ૧ અને ધોળકા ઘટક – ૨ માં ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીડીપીઓ દર્શના પટેલ ધોળકા ઘટક-૨ અને જશોદા ગાંધર્વ ધોળકા ઘટક -૧ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. લાભાર્થીઓ સાથે ટેલિફોનિક સંવાદ કરી સગર્ભાને જરૂરી માહિતી પૂરી પાડી, સ્થાનિક રેડિયો સ્ટેશન મારફતે વિષય જનજાગૃતિ માટે પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ઘટક કક્ષાએ સ્થાનિક પ્રસારિત થતી ચેનલ ઉપર કેબલ સ્કોલ દ્વારા સ્તનપાનના મહત્વ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું, ઉંબરે આંગણવાડી કાર્યક્રમમાં લાભાર્થી અને તેમના ઘરના સભ્યો વધુમાં વધુ ભાગ લે તે પ્રયત્ન કરવામાં આવ્યો, પાલક વાલી દ્વારા નવજાત બાળકોના માતા અને કુટુંબના સભ્યો સાથે ટેલિફોનીક વાર્તાલાપ કર્યો, રેડિયો એફએમ ઇન્ટરવ્યૂ થી નિષ્ણાંતો દ્વારા નવજાત બાળકને સ્તનપાનથી થતા ફાયદા અને બહારી દૂધ/ પાવડર થી થતા નુકસાન અને તેની સાથે છ માસ પછી અન્નપ્રાશન કે જે સ્તનપાન સાથે ઉપરી આહાર આપવામાં આવે છે તે વિશેની સમજ પૂરી પાડી, સાતમી ઓગસ્ટજ વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવી હતી. ૧ થી ૭ ઓગસ્ટ ૨૦૨૦ સુધી જન્મેલા નવજાત બાળકોના ઘરે અને સગર્ભા જેની સંભવિત સુવાવડ તારીખ (ઈડ્ઢડ્ઢ) તારીખ ૧ થી તારીખ ૭ ઓગસ્ટ ૨૦૨૦ હતી તે બહેનોના ત્યાં જઈને ફળના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેથી બાળકને ભવિષ્યમાં આ ફળો માંથી મળતા વિટામીન આપી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાએથી લઈને જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ વિવિધ અધિકારીઓ કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, પ્રાંત ઓફિસર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ટીડીઓ, સી.ડી.પી.ઓ, તાલુકા હેલ્થ ઓફિસર મારફતે સગર્ભા બહેનોને ટેલિફોનિક વાર્તાલાપ કરી માર્ગદર્શન આપાયું હતું.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

કડી નગરપાલિકામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ

editor

રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાની વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ સાબરકાંઠાના પુરગ્રસ્તોની વ્હારે

aapnugujarat

ઓઢવ વિસ્તારમાં કચરાના ઢગલા પાસે બેઠેલી ગાય સળગી જતા ભારે રોષ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1