Aapnu Gujarat
ગુજરાત

કડી નગરપાલિકામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ

આજે કડી નગરપાલિકામાં ૭૪માં સ્વાતંત્ર્ય દિવસની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્ર ગીત દરમિયાન કડી નગરપાલિકાના પ્રમુખ શારદા પટેલના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો છે તેમજ એન.સી.સી. કેડેટ દ્વારા પરેડ કરવામાં આવી છે. કડી તાલુકામાં કડી નગરપાલિકામાં સ્વતંત્રતા દિનની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં રાખવામાં આવ્યા ન હતા અને સાદગીપૂર્ણ સિમિત આમંત્રિતોની સંખ્યામાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં કડી નગરપાલિકા ના પ્રમુખ શારદા પટેલ,ઉપપ્રમુખ નિલેશ નાયક,ચીફ ઓફિસર નરેશ પટેલ,ચીફ સેનેટરી ઇન્સપેક્ટર કલ્પેશભઆચાય, કડી નગરપાલિકાના કોર્પોરેટ,પાલિકાના સ્ટાફ મિત્રો, ભાજપના કાર્યકર્તા વગેરે લોકો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજનો દિવસ સૌ માટે રાષ્ટ્રની ગરિમા અને ગૌરવ જાળવવાનો પવિત્ર દિવસ છે. રાષ્ટ્રમાં શાંતિ, સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે તે માટે ઘરથી દૂર રહી દેશની સીમાની રક્ષા માટે શહાદત વહોનાર જવાનોને વંદન કરવાનો પણ દિવસ છે.

(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

અમદાવાદમાં વાહનચાલકોને ફ્રી માસ્કનું વિતરણ

editor

પ્રાંતિજમાં ૩૦ ઈસમો સહિત ૧૦૦ માણસો ના ટોળા વિરૂધ્ધ ગુનો નોધાયો

editor

જખૌ પાસે નેવીએ બોટમાંથી ૧૦૦૦ કરોડનું હેરોઇન જપ્ત કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1