Aapnu Gujarat
ગુજરાત

પાસ કમીટીના સભ્યોની હાર્દિક સાથે બેઠક યોજાઇ : બંધારણમાં લખ્યું નથી કે, ૫૦ ટકાથી વધુ અનામત ન જ મળે

પાટીદારોની ઓબીસીમાં અનામતની માંગણીને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા પાસના નેતાઓને અપાયેલા ત્રણ વિકલ્પો-ફોર્મ્યુલા બાદ આજે પાસના કોર કમીટીના સભ્યોની પાસના નેતા હાર્દિક પટેલ સાથે એક મહત્વની બેઠક યોજાઇ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે હાર્દિક પટેલે સાંજે પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ દ્વારા અપાયેલા ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પનો તેમણે સ્વીકાર કર્યો છે અને તે વિકલ્પ હવે પાટીદાર સમાજના મુખ્ય આગેવાનો, એસપીજી સહિતના મોભીઓને વિશ્વાસમાં લેવા અને તેમની પણ મંજૂરી માટે મોકલાશે ત્યારબાદ બુધવારે પાસનો નિર્ણય કોંગ્રેસને સુપ્રત કરવામાં આવશે. હાર્દિકે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, મેં બંધારણનો, સુપ્રીમકોર્ટના ચુકાદા અને વિવિધ રાજયોની અનામત વ્યવસ્થાનો અભ્યાસ કર્યો છે પરંતુ કયાંય નથી લખ્યું કે, ૫૦ ટકાથી વધુ અનામત ના મળી શકે. પાસના યુવા નેતા દિનેશ બાંભણીયાના ગાંધીનગરના સરગાસણ ખાતેના ફાર્મહાઉસ ખાતે પાસની કોર કમીટીના સભ્યોની હાર્દિક પટેલ સાથે બેઠક યોજાઇ હતી, જેમાં અનામતના મુદ્દે વિગતવાર અને ઝીણવટભરી ચચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. પાસના નેતાઓ દ્વારા કોંગ્રેસ તરફથી સૂચવાયેલા વિકલ્પો અને ફોર્મ્યુલા સંદર્ભે કાયદાકીય અને બંધારણીય અભિપ્રાય પણ મેળવાયો હતો અને તેની પર ચર્ચા વિચારણા હાથ ધરી એકમત સધાયો હતો. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, બંધારણીય જોગવાઇ સાથે સુસંગત રહીને ચોકક્સ અનામત આપી શકાય એમ છે. કોંગ્રેસે અમારી માંગણી ધ્યાને લઇ જે હકારાત્મક અભિગમ અપનાવી ત્રણ વિકલ્પોની ફોર્મ્યુલા આપી છે, તેમાંથી એક અમે સ્વીકાર્યો છે પરંતુ ભાજપે તો અમારી વાત સાંભળવાના બદલે પાટીદાર મહિલાઓ, યુવાનો પર જે પ્રકારે અત્યાચાર કર્યા તે જોતાં અમારી લડાઇ સત્તા સામે છે.
ભાજપ છેલ્લા બે વર્ષથી બધાને ગુમરાહ કરી રહી છે અને સમાજમાં વર્ગ વિગ્રહ ઉભા કરવાના હીન પ્રયાસો કરી રહ્યું છે. અમે હવે આ સ્વીકારેલા વિકલ્પને આવતીકાલે અમારા સમાજના મોભીઓ, એસપીજી સહિતના આગેવાનોને અભ્યાસ અર્થે અને તેમની મંજૂરી માટે મોકલીશું. તેમની પાસેથી દરખાસ્ત આવ્યા બાદ અમે બુધવારે કોંગ્રેસને અમારો મત સુપ્રત કરી દઇશું.

 

Related posts

साध्वी जयश्रीगीरी की जमानत याचिका पर फैसला टला

aapnugujarat

વરાછાના પ્રૌઢને હનીટ્રેપની બાટલીમાં ઉતારી લાખો ખંખેર્યા

aapnugujarat

ભાજપે તંત્રનો દૂરપયોગ અને નીચલા સ્તરની રમત રમી છે ભરતસિંહ સોલંકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1