Aapnu Gujarat
ગુજરાત

વરાછાના પ્રૌઢને હનીટ્રેપની બાટલીમાં ઉતારી લાખો ખંખેર્યા

સોશિયલ મીડિયાના વધી રહેવા વપરાશ બાદ ગુનાખોરીમાં પણ વધારો થયો છે. આજકાલ યુવક, પુરુષ અને પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવીને રુપિયા પડાવતી અનેક ગેંગ પણ સક્રિય થઈ છે. ત્યારે આવો જ એક હનીટ્રેપનો કેસ સુરતના વરાછામાંથી સામે આવ્યો છે. વરાછામાં રહેતા પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવીને ખોટો રેપ કેસ અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેમની પાસેથી રુપિયા ૧૬.૫૦ લાખ ખંખેરી લેવામાં આવ્યા હતા. આખરે પ્રૌઢે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે બાદ વરાછા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરીને હનીટ્રેપના છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જો કે, આ કેસમાં હજુ પણ બે આરોપીઓ વોન્ટેડ હોવાથી પોલીસે તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરતના મોટા વરાછામાં રહેતા પ્રૌઢ પોતાની પત્ની સાથે રહે છે. તોએ કતારગામમાં આવેલી એક જ્વેલરીની કંપનીમાં નોકરી કરે છે. વાત ગઈ સાતમી ડિસેમ્બરની છે. આ દિવસે તેઓ પોતાની નોકરી પર હાજર હતા. એ સમયે બપોરના સમયે તેમના ફેસબુક મેસેન્જર પર મીના પટેલ નામની મહિલાના આઈડી પરથી મેસેજ આવ્યો હતો.મેસેજ જોયા બાદ તેઓએ પણ વળતો જવાબ આપ્યો હતો. થોડા દિવસો સુધી તેઓએ ચેટ પર વાતચીત કરી હતી. બાદમાં મીનાએ વિડીયો કોલ કર્યો હતો અને પોતે સુરતમાં રહેતી હોવાનું જણાવ્યં હતું. એ પછી ૧૨ ડિસેમ્બરના રોજ મીનાએ તેમને વિડીયો કોલ કરીને બપોરે બે વાગ્યાના સુમારે સીતાનાગર ચોકડી ખાતે મળવા માટે બોલાવ્યા હતા. પહોંચ્યા બાદ પ્રૌઢ મીનાને બાઈક પર બેસાડીને લઈ ગયા હતા. મીના કહ્યા મુજબ તેઓ હરિધામ સોસાયટીના બીજા માળે આવેલા એક મકાનમાં ગયા હતા.ત્યાં હાજર એક મહિલા સાથે મીનાએ વાત કરી હતી અને પછી પ્રૌઢને અંદરના રુમમાં લઈ ગઈ હતી. અંદર જઈને મીનાએ પ્રૌઢના કપડા ઉતાર્યા હતા. આ દરમિયાન દરવાજાને ધક્કો મારી બે યુવકો અંદર આવ્યા હતા. જેમાંથી એક યુવકે એવું કહ્યું હતું કે, મીના તેની પત્ની છે અને બીજા યુવકે તેને બહેન ગણાવી હતી. બાદમાં તેમને માર મારીને મોબાઈલ ફોન લઈ લીધો હતો. આ ગેંગે પોલીસને ફોન કરીને બોલાવ્યો હતો. જે ખરેખરમાં નકલી પોલીસ હતી. નકલી પોલીસ અંદર આવ્યા બાદ આ ગેંગે તેમનો વિડીયો ઉતાર્યો હતો અને પતાવટ માટે રુપિયા ૭.૫૦ લાખ માગ્યા હતા.
ગભરાઈ ગયેલા પ્રૌઢે પત્નીના દાગીના ગિરવે મૂક્યા અને બીજેથી વ્યવસ્થા કરીને આ ગેંગને રુપિયા ૭.૫૦ લાખ આપ્યા હતા. એ પછી વધુ બે વ્યક્તિઓ આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ પોતાની ઓળખ પત્રકાર અને બીજાએ પુણા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે આપી હતી. જો આ કેસને આગળ વધારવો ન દેવો હોય તો રુપિયા ૯ લાખ આપવા પડશે એવી વાત કરી હતી. આવું કહ્યા બાદ બીજા રુપિયા ૯ લાખ ખંખેરી લીધા હતા. આ ઘટના બાદ પ્રૌઢ ટેન્શનમાં રહેતા હતા. જે બાદ તેમના ભાઈએ પૂછપરછ કરતા આપવીતી કહી હતી. એ પછી ભાઈએ હિંમત આપતા પ્રૌઢે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસે પણ આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ પોલીસે એક દંપતી, ત્રણ મહિલા અને એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રુપિયા ૫.૭૩ લાખ, સાત મોબાઈલ ફોન, કાર મળી કુલ રુપિયા ૬,૬૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે તેઓએ કબૂલ્યું હતું કે તેઓએ પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જો કે, બે આરોપીઓ વોન્ટેડ હોવાથી પોલીસે તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

અફવા અને અંધશ્રદ્ધાના લીધે લોકો વેક્સીન લેતા નથી : નીતિન પટેલ

editor

હવે પોલીસ મથકોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો નવો કોન્સેપ્ટ

aapnugujarat

कुबेनगर में युवक की हत्या का आरोपी रवि चोटी गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1