Aapnu Gujarat
ગુજરાત

જિગ્નેશ મેવાણી ૧૦.૨૫ લાખની સંપત્તિના માલિક

વિધાનસભા ચૂંટણીમાં આપેલ સોગંદનામા મુજબ જિગ્નેશ મેવાણી પાસે ૧૦ લાખ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આમાં ૧.૨૫ લાખ કેશ અને ૯ લાખની એલઆઈસી કે અન્ય વીમા પૉલિસીઓ શામેલ છે. આ ઉપરાંત તેમની પાસે કોઈ પણ પ્રકારની ખેતીલાયક જમીન, બિન ખેતીલાયક જમીન, વાણિજ્યિક ભવન અને આવાસીય ભવનના નામે સંપત્તિ નથી. વળી, મેવાણી પર કોઈનુ લેણુ પણ નથી. તે કોઈ પ્રકારનો ટેક્સ, લોન નથી ભરતા. કુલ મળીને તેમની પાસે ૧૦.૨૫ લાખની કુલ સંપત્તિ છે. કોંગ્રેસ જાેઈન કરનાર જિગ્નેશ મેવાણીએ વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે અરજી કરી અને વડગામ વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર વિજયકુમાર ચક્રવર્તીને ૧૯,૬૯૬ મતોના અંતરથી હરાવીને વિજય મેળવ્યો. આ પહેલા તેએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં પણ જાેડાયા હતા પરંતુ થોડા સમયમાં જ તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.ગુજરાતના વડગામ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસને પોતાનુ સમર્થન આપ્યુ છે. રાહુલ ગાંધીની હાજરીમાં તેમણે કોંગ્રેસને પોતાનો સાથ આપવાનુ એલાન કર્યુ છે. મંગળવારે મેવાણી કોંગ્રેસ પક્ષમાં શામેલ થવાના હેતુથી દિલ્લી આવ્યા પરંતુ અપક્ષ ધારાસભ્ય હોવાથી કોઈ કારણોસર પાર્ટીમાં શામેલ થઈ શક્યા નહિ. તેમણે મીડિયા સામે સ્પષ્ટ કહ્યુ કે હવે તે પોતાનુ સમર્થન કોંગ્રેસને આપશે. જિગ્નેશ મેવાણી ગુજરાતમાં એક સામાજિક કાર્યકર્તા અને નેતા તરીકે કામ કરે છે. તેમણે વર્ષ ૨૦૧૭માં અપક્ષ ઉમેદવાર બનીને વડગામ વિધાનસભા સીટથી ચૂંટણી લડી અને જીત મેળવી. જિગ્નેશ મેવાણી દલિત પરિવારમાંથી આવે છે. તેમને દલિત અધિકારોના નેતા પણ માનવામાં આવે છે. હવે જિગ્નેશે કોંગ્રેસ પક્ષ જાેઈન કરી લીધો છે. આવો, જાણીએ તેઓ કેટલી સંપત્તિના માલિક છે. વર્ષ ૧૯૮૦માં ગુજરાતના મહેસાણામાં જન્મેલા જિગ્નેશ અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએટ થયા છે અને વકીલ હોવા સાથે-સાથે પત્રકાર પણ રહી ચૂક્યા છે. ૨૦૧૬માં ગુજરાતમાં મરેલી ગાયની ચામડી કાઢનાર અમુક યુવકોની મારપીટ બાદ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હત, આ આંદોલનની આગેવાની જિગ્નેશ મેવાણીએ કરી હતી. તેમણે ગુજરાત સરકાર પર જાેરદાર હુમલા કર્યા હતા ત્યારબાદ આ આંદોલનથી જિગ્નેશ મેવાણી એક દલિત નેતા તરીકે ઉભરી આવ્યા.

Related posts

गुजरात में राज्यसभा की दोनों सीटों पर बीजेपी की जीत हुई

aapnugujarat

સેટેલાઇટમાં વિદ્યાર્થીનીનો છઠ્ઠા માળેથી કૂદી આપઘાત

aapnugujarat

सोशल मीडिया पर फर्जी अकाउंट बनाकर, दोस्त को बदनाम करने वाली महिला गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1