Aapnu Gujarat
રાષ્ટ્રીય

અંબાલામાં વાયુસેના પ્રમુખ કરશે પાંચ રાફેલ વિમાનોની આગેવાની અને સ્વાગત

ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આર કે એસ ભદોરિયા બુધવારે અટલે કે આજે અંબાલા એરપોર્ટ પર પાંચ રાફેલ લડાકૂ વિમાનની આગેવાની અને સ્વાગત કરશે. જેટ વિમાનોએ સોમવારે ફ્રાન્સના શહેર બોર્ડોમાં મેરિનેક એરબેઝથી ઉડાન ભરી હતી.

તેને ભારતીય વાયુસેનામાં તેના 17મા સ્ક્વિડ્રનના ભાગના રૂપમાં સામેલ કરવામાં આવશે, જેને અંબાલા એરબેઝ પર ગોલ્ડન એરોના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ વિમાન લગભગ 7 હજાર કિલોમીટરની સફર કાપીને અંબાલા વાયુસેના પોર્ટ પર ઉતરશે.

સૂત્રો અનુસાર, એરફોર્સ ચીફ બુધવારે યુદ્ધક વિમાનોને રિસીવ કરવા અંબાલામાં હશે જેને 2016મા 60 હજાર કરોડ રૂપિયાના દેશના સૌથી મોટા રક્ષા સોદાના ભાગરૂપે સામેલ કરવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, બધા પાંચ રાફેલ વિમાન UAEના અલ દફ્રા એરબેઝ પર ઉભેલા છે. તે બુધવારે સવારે 11 કલાકે ભારત માટે ઉડાન ભરશે અને બપોરે 2 કલાકે અંબાલા એરબેઝ પહોંચશે.

રાફેલને ઉડાવીને લાવનાર પાયલટ્સ પોતાના ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહની આગેવાનીમાં અંબાલામાં જ એર ચીફને જણાવશે કે તેમને ફ્રાન્સમાં ક્યા પ્રકારની ટ્રેનિંગ મળી છે.

ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સથી પાંચ રાફેલ લડાકૂ વિમાનના આવ્યા પહેલા મંગળવારે અંબાલા વાયુ સેના કેન્દ્રની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. અહીં વીડિયોગ્રાફી અને ફોટા પાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ અંબાલા જિલ્લા વહીવટી તંત્રએ વાયુ સેના કેન્દ્રના ત્રણ કિલોમીટર વિસ્તારમાં લોકોને ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

Related posts

સરકારની નીતિથી કૃષિ ઉત્પાદનમાં સુધાર થયો : જેટલી

aapnugujarat

આઝમ ખાનની જીભ કાપીને લાવનારને ૫૦ લાખનું ઈનામઃ વીએચપી નેતારાજેશ ગોસ્વામી

aapnugujarat

મદરેસામાં ડોક્ટર, એન્જિનિયરો નહીં આતંકવાદી પેદા થઇ રહ્યા છે : શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીના નિવેદનથી ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1