Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકારની નીતિથી કૃષિ ઉત્પાદનમાં સુધાર થયો : જેટલી

કૃષિ સંકટ માટે કોંગ્રેસને દોષિત ઠેરવતા નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રોમાં પહેલાથી વધારે સંશાધનો લગાવવાની વર્તમાન એનડીએ સરકારની નીતિના પરિણામ સ્વરુપે કૃષિ ઉત્પાદકતા અને ગામોના લોકોના જીવન ધોરણમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. જેટલીએ ફેસબુક ઉપર પોતાની નવેસરની ટિપ્પણીમાં આ મુજબની વાત કરી છે અને કહ્યું છે કે, ગ્રામીણ ક્ષેત્રમાં મૂડીરોકાણના વર્તમાન સ્તર આગામી બે દશક સુધી જારી રાખવાથી ગ્રામીણ ક્ષેત્રમાં આધારભૂત માળખાના સ્તર શહેરોની બરોબર થઈ જશે. મંત્રીની આ ટિપ્પણી એનડીએ સરકાર પર ગ્રામીણ ભારત અને કૃષિ ક્ષેત્રની અવગણના કરવાના વિપક્ષી પાર્ટીઓ ઉપર આક્ષેપો અને દિલ્હીમાં છેલ્લા સપ્તાહમાં ખેડૂતોની રેલીના સંદર્ભમાં જોવામાં આવે છે. જેટલીએ બ્લોગમાં લખ્યું છે કે, કૃષિ સંકટને દૂર કરવા, ગ્રામીણ વિસ્તારોમાં જીવન સ્તરમાં સુધારો લાવવાના કામ એકલા નારાથી થઇ શકશે નહીં. વર્ષ ૧૯૭૧થી કોંગ્રેસની નીતિ માત્ર નારા લગાવવાની રહી છે. સંશાધનો લગાવવાની રહી નથી. એનડીએ સરકારે ગ્રામીણ ક્ષેત્રોમાં સંશાધન ઉપર ધ્યાન આપ્યું છે જેનાથી મૂળભૂત માળખામાં સુધારા થયા છે. ગ્રામીણ વિસ્તારમાં રહેનાર લોકોની લાઇફ અને કૃષિ ઉત્પાદકતામાં ઉલ્લેખનીય સુધારો થયો છે. ખેડૂતોને લાભકારી મૂલ્યો મળે તેની ખાતરી કરવા માટે નીતિગત ઉપાય કરવામાં આવ્યા છે. જેટલીએ કહ્યું હતું કે, છેલ્લા સાડા ચાર વર્ષના ગાળામાં એક પછી એક કામો થયા છે. આ સાડા ચાર વર્ષ માત્ર શરૂઆત તરીકે છે. જો ગ્રામીણ ક્ષેત્રોમાં રોકાણમાં વૃદ્ધિની વર્તમાન ગતિ આ સ્થિતિ મુજબ જારી રહેશે તો દરેક ગ્રામીણ વિસ્તારમાં જીવન સ્તર અને મૂળભૂત માળખા શહેર સમાન બની જશે. અલગ અલગ ક્ષેત્રોના આંકડા આપતા જેટલીએ કહ્યું હતું કે, કૃષિ સંશોધન અને શિક્ષણ માટે વધુ નાણાં ઉપલબ્ધ કરાવવા ઉપરાંત સરકારે પશુપાલન, ડેરીમાં પણ ધ્યાન આપ્યું છે. મોદી સરકારે ૨૬મી મે ૨૦૧૪ના દિવસે જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ કૃષિ ક્ષેત્રમાં એકાએક સ્થિતિ બગડી ગઈ છે તેવું નથી. કોંગ્રેસની સરકારો દ્વારા કૃષિ ક્ષેત્રમાં રોકવામાં આવેલા સંશાધનો પુરતા ન હતા. જેના લીધે ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિ સંકટ અને ગ્રામીણ ક્ષેત્રની ગુણવત્તામાં અસર થઇ છે. એનડીએ સરકારે ગ્રામીણ ભારતમાં લોકોના જીવન સ્તરને સુધારવા માટે દૂરગામી યોજનાઓ તૈયાર કરી છે. આનાથી ટૂંકમાં જ સ્થિતિમાં સુધારો થશે.

Related posts

પરિવારનો અનુભવ નથી તેઓ બીજાની ચિંતા કરે છે : પવાર

aapnugujarat

Congress insulted voters by questioning EVM’s autheticity in LS polls, BJP’s big win: PM in Rajya Sabha

aapnugujarat

‘Agni-II’ ballistic missile with strike range of 2000 Kms successfully test-fired

aapnugujarat

Leave a Comment

UA-96247877-1