Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મદરેસામાં ડોક્ટર, એન્જિનિયરો નહીં આતંકવાદી પેદા થઇ રહ્યા છે : શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીના નિવેદનથી ખળભળાટ

ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ એમ કહીને ખળભળાટ મચાવી દીધો છે કે, મદરેસાઓને પણ સીબીએસઈ અને આઈસીએસઈની માન્યતા મળવી જોઇએ. સાની સાથે સાથે બોર્ડે મદરેસાઓમાં બિન મુસ્લિમ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની પણ તરફેણ કરી છે. શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું છે કે, મદરેસામાં એન્જિનિયર ડોક્ટર નહીં બલ્કે આતંકવાદી નિકળી રહ્યા છે. આના પર તરત ધ્યાન આપવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને જાણ કરી છે. વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે. મદરેસાઓ ઉપર ફરી પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. મદરેસાઓને સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડમાં સામેલ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, મદરેસાઓના બિનમુસ્લિમ વિદ્યાર્થીઓને ભણવા માટે મંજુરી મળવી જોઇએ. ધાર્મિક શિક્ષણ વૈકલ્પિક રહે તે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, અમારા દેશની વ્યવસ્થાને વધારે મજબૂત કરવાની જરૂર છે. દેશમાં કેટલાક મદરેસાઓએ એન્જિનિયર, ડોક્ટર, આઈએએસ અધિકારીઓ બનાવ્યા છે પરંતુ કેટલાક મદરેસાઓમાં ત્રાસવાદીઓ પણ પેદા થયા છે. મદરેસાઓને સીબીએસઈ સાથે જોડી દેવાની જોરદારરીતે તેમણે તરફેણ કરી છે. તેમના નિવેદનના જવાબમાં એઆઈએમઆઈએમના સાંસદ અસાસુદ્દીન ઓવૈસીએ પ્રહાર કરતા કહ્યું છે કે, વસીમ એક મોટા જોકર જ નહીં બલ્કે ખુબ મોટા તકવાદી લીડર છે. તેઓએ પોતાના આત્માને આરએસએસના હાથે વેચી દીધો છે. તેઓ તેમને ખુલ્લો પડકાર ફેંકે છે કે, તેઓ કોઇ એવા શિયા અથવા સુન્ની મદરેસાના સંદર્ભમાં વાત કરે જ્યાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. જો તેમની પાસે કોઇ પુરાવા છે તો ગૃહમંત્રાલયને સોંપી શકે છે. આ અગાઉ ઉત્તર પ્રદેશ સરકારે મદરેસાઓ અને ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાઓને વધુ સારા બનાવવા માટે આ સંસ્થાઓને રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમના પુસ્તકો ભણાવવાનો નિર્ણય કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા કહી ચુક્યા છે કે, મદરેસાઓમાં એનસીઈઆરટીના પુસ્તકો ભણાવવામાં આવશે. આધુનિક વિષયની સાથે સાથે સ્કૂલોને એક સમાન સ્તર પર લાવવામાં આવશે. હાલના સમય મુજબ ગણિત અને વિજ્ઞાન ઉપર ભાર મુકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય મદરેસા બોર્ડ વિદ્યાર્થીઓને સીબીએસઈના સ્કૂલોમાં ભણાવવામાં આવી રહેલા એનસીઈઆરટી કોર્સ હેઠળ પસંદગી પામેલા પુસ્તકોને ભણાવવા માટેની તૈયારીમાં લાગી ગયા છે. શર્માનું કહેવું છે કે, મદરેસા સ્કૂલોમાં ગણિત અને વિજ્ઞાનના અભ્યાસને ફરજિયાત કરવાની તૈયારી ચાલી રહી છે. સરકાર તરફથી લીલીઝંડી મળતાની સાથે જ મદરેસા બોર્ડ એનસીઈઆરટીના પુસ્તકો સામેલ કરશે. સરકારે મદરેસાઓમાં પાઠ્યક્રમને સુધારવા માટે એક ૪૦ સભ્યોની સમિતિ બનાવી હતી. આ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.

Related posts

सजा सुन जमीन पर बैठे राम रहीम, मांगते रहे रहम की भीख

aapnugujarat

AIMIM opens account in Bihar by-poll

aapnugujarat

रेलवे में भर्तियों पर रोक

editor

Leave a Comment

UA-96247877-1