Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાંથી ગુજરાત ATS-MTSએ 7 કરોડની 500-1000ની જૂની નોટો ઝડપી

નોટબંધીને ઘણો સમય વીતી ગયો છે છતાં પણ ગુજરાતમાંથી જૂની ચલણી નોટો મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. તેવામાં ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે ઓપરેશન પાર પાડીને 7 કરોડથી પણ વધુની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. ૉ

એટીએસ દ્વારા 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અને તેઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ATS, મરિન ટાસ્ક ફોર્સનું મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

ગોધરાની મોહંમદી સોસાયટીમાં આવેલાં એક બંધ મકાનમાંથી રૂ.500 અને 1000ની નોટ ઝડપાઈ હતી. આ ચલણી નોટોની કિંમત 7 કરોડ રૂપિયાથી પણ વધારે છે. બંધ મકાનમાં રૂમ ભરીને ચલણી નોટો ભરી હતી. ગુજરાત એટીએસનું આ અત્યાર સુધીનું એક મોટું ઓપરેશન કહી શકાય.

ગુજરાત એટીએસ અને એમટીએસે જૂની ચલણી નોટોની સાથે બેની ધરપકડ કરી છે. હાલ બંનેની કડક પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ચલણી નોટો કોની છે, અને આટલી મોટી માત્રામાં ચલણી નોટો ક્યાંથી આવી એ તમામ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. જૂની ચલણી નોટો બદલવાનું સૌથી મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે.

Related posts

ધાનાણી-હાર્દિકની મુલાકાત ફિક્સ મેચ છે : ભરત પંડ્યા

aapnugujarat

Cyclone ‘Vayu’ no more a threat, nearly 2.75 lac people to return their homes : CM Rupani

aapnugujarat

અમદાવાદમાં ભાજપે સપાટો બોલાવ્યો : ૧૬ પૈકી ૧૨ બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1