Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ભાજપે સપાટો બોલાવ્યો : ૧૬ પૈકી ૧૨ બેઠક

રાજય વિધાનસભાની આજે હાથ ધરવામા આવેલી મતગણતરી દરમિયાન અમદાવાદ શહેરની ૧૬ પણ મતગણતરી કરવામા આવી હતી.આ મતગણતરીમા અમદાવાદ શહેરમાં કોંગ્રેસને દાણીલીમડા,દરિયાપુર,ખાડિયા-જમાલપુર અને બાપુનગર એમ કુલ ચાર બેઠકો મળવા પામી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે,ઘાટલોડિયા બેઠક પર ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે તેમના હરીફ ઉમેદવાર કોંગ્રેસના શશીકાંત પટેલને હાર આપી છે.ભૂપેન્દ્ર પટેલને કુલ ૧,૩૭,૨૬૨ બેઠક મત મળ્યા જયારે શશીકાંત પટેલને ૪૮,૯૦૩ મત મળવા પામ્યા હતા.ખાડિયા-જમાલપુર બેઠક ઉપર ભાજપના વર્તમાન ધારાસભ્ય ભૂષણ ભટ્ટને કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ પરાજય આપ્યો છે. ભાજપના ભૂષણ ભટ્ટને ૪૫,૭૬૦ મત મળ્યા જયારે કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાને ૭૪,૮૮૩ મત મળવા પામ્યા હતા.કોંગ્રેસે ભાજપનો ગઢ ગણાતી એવી ખાડિયાની બેઠક જીતી લઈને ભાજપના ગઢમા ગાબડુ પાડ્યુ છે.મણિનગર બેઠક ઉપર ભાજપના સુરેશ પટેલે જીત મેળવી છે.આ બેઠક પર ભાજપના સુરેશ પટેલને કુલ ૧,૧૬,૧૧૩ મત મળવા પામ્યા છે.જ્યારે કોંગ્રેસના શ્વેતા બ્રહ્મભટ્ટને ૪૦,૯૧૪ મત મળવા પામ્યા હતા.નારણપુરા બેઠક ઉપર ભાજપના કૌશિક પટેલે કોંગ્રેસના નીતિન પટેલને હાર આપી છે.આ બેઠક પર કૌશિક પટેલને કુલ ૭૮,૬૦૫ મત મળ્યા છે જયારે કોંગ્રેસના નીતિન પટેલને ૨૨,૦૫૦ મત મળવા પામ્યા છે.નરોડા બેઠક પર ભાજપના બલરામ થાવાણીએ જીત મેળવી છે.તેમને કુલ ૩૪,૪૩૪ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઓમપ્રકાશ તિવારીને ૧૫,૧૬૮ મત મળવા પામ્યા હતા.નિકોલ બેઠક પર અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો વિજય થવા પામ્યો છે.તેમને૪૬,૦૦૧ મત જયારે કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહીલને ૩૪૫૪૮ મત મળવા પામ્યા છે.સાબરમતી બેઠક ઉપર ભાજપના અરવિંદ પટેલને ૬૨૬૧૮ મત મળતા તેઓ વિજયી બન્યા છે.આ બેઠક ઉપર કોંગ્રેસના ડો.જીતુ પટેલને ૨૯૪૫૫ મત મળવા પામ્યા છે.વેજલપુર બેઠક ભાજપે જાળવી રાખી છે.આ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય કિશોર ચૌહાણને ૧૦૧૯૬૩ મત જયારે કોંગ્રેસના મિહીર શાહને કુલ ૪૩૨૪૦ મત મળવા પામ્યા છે.વટવા બેઠક ઉપરથી રાજય સરકારના વર્તમાન ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો વિજય થયો છે.આ બેઠક ઉપર પ્રદિપસિંહ જાડેજાને કુલ ૮૦૪૬૭ મત અને કોંગ્રેસના બીપીન પટેલને કુલ-૪૯૩૦૧ મત મળવા પામ્યા છે.ઠકકરબાપાનગર બેઠક ઉપર ભાજપના વલ્લભ કાકડીયા વિજયી બન્યા છે.તેમને કુલ ૫૯,૦૭૧ મત મળવા પામ્યા છે.જ્યારે કોંગ્રેસના બાબુભાઈ માંગુકીયાને કુલ ૩૮,૧૩૬ મત મળવા પામ્યા છે.દાણીલીમડા બેઠક ઉપર કોંગ્રેસના શૈલેષ પરમારને કુલ ૮૨,૦૯૮ મત મળતા કોંગ્રેસે આ બેઠક જાળવી રાખી છે.આ બેઠક ઉપર ભાજપના જીતુ વાઘેલાને ૪૯,૪૨૨ મત મળવા પામ્યા હતા.દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખને કુલ ૬૩,૭૧૨ મત મળતા તેઓ વિજયી બન્યા છે.ભાજપના ભરત બારોટને ૫૭,૫૨૫ મત મળવા પામ્યા હતા.એલિસબ્રીજ બેઠક પર રાકેશ શાહનો વિજય થતા તેમણે આ બેઠક જાળવી રાખી છે.રાકેશ શાહને કુલ ૧,૧૬,૨૩૪ મત જયારે કોંગ્રેસના વિજય દવેને ૩૧,૨૭૬ મત મળવા પામ્યા હતા.અમરાઈવાડી બેઠક ઉપર ભાજપના હસમુખ પટેલને ૨૪,૩૨૦ મત મળતા તેઓ વિજયી બન્યા છે.આ બેઠક ઉપર કોંગ્રેસના અલરવિંદ ચૌહાણને કુલ ૨૦,૧૦૯ મત મળવા પામ્યા હતા.
બાપુનગર બેઠક ઉપર ભાજપના જગરૂપસિંહ રાજપુતને ૫૫,૭૧૮ અને કોંગ્રેસના હિંમતસિંહ પટેલને કુલ ૫૮,૭૮૫ મત મળતા કોંગ્રેસના હિંમતસિંહ પટેલનો વિજય થવા પામ્યો છે. અસારવા બેઠક પર ભાજપના પ્રદીપ પરમારને કુલ ૮૬૫૨૧ મત મળતા તેઓ વિજયી બન્યા છે.આ બેઠક પર કોંગ્રેસના કનુ વાઘેલાને ૩૭૩૩૯ મત મળવા પામ્યા હતા.અમદાવાદ શહેરમાં પુરી થયેલી મતગણતરીને અંતે ભાજપને કુલ ૧૨ બેઠકો મળવા પામી છે જયારે કોંગ્રેસને ચાર બેઠકો મળવા પામી છે.કોંગ્રસને વર્ષ-૨૦૧૨ની તુલનામા બે બેઠકનો ફાયદો થવા પામ્યો છે.વર્ષ-૨૦૧૨મા કોંગ્રેસ પાસે અમદાવાદ શહેરની દાણીલીમડા અને દરિયાપુર એમ બે બેઠક હતી.આ વખતે અમદાવાદ શહેરમા કોંગ્રેસને ખાડિયા-જમાલપુર અને બાપુનગર એમ બે વધારાની બેઠક મળી છે.બીજી તરફ અમદાવાદ શહેરની અન્ય બેઠકોની જો વાત કરવામા આવે તો વટવા બેઠક રાજયના ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જીત સાથે જાળવી રાખી છે.આ સાથે જ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ જગદીશ પંચાલે પણ નિકોલની બેઠક જાળવી રાખી છે તો એલિસબ્રીજ બેઠક ઉપર પણ ભાજપના રાકેશ શાહે તેમની જીત સાથે બેઠક જાળવી રાખવામા સફળતા મેળવી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિજ્યા રાહતકર મહાસંપર્ક અભિયાનમાં જોડાયા

aapnugujarat

સાબરકાંઠા એલ.સી.બી.એ નશીલા પદાર્થનો જથ્થો ઝડપ્યો

aapnugujarat

સૂરસાગર તળાવમાં સ્થાપિત શિવ મૂર્તિ સોનાથી મઢાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1