Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિમાચલમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા ગઈ : ભાજપનો ભવ્ય વિજય

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી ભાજપે જોરદાર અને પ્રચંડ જીત મેળવી હતી. કોંગ્રેસની વીરભદ્રસિંહ સરકારનું પતન થયું છે. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામા ભાજપે આજે સફળતા મેળવી હતી. હિમાચલ પ્રદેશની કુલ ૬૮ બેઠક પૈકી ભાજપે ૪૪ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો છે જ્યારે કોંગ્રેસને ૨૧ બેઠકો હાથ લાગી છે. અન્યોના ખાતામાં ત્રણ સીટો ગઇ છે. હિમાચલમાં બહુમતિ માટેનો જાદુઈ આંકડો ૩૫નો રહ્યો છે. મતગણતરીની શરૂઆત થયા બાદ હિમાચલપ્રદેશમાં તો શરૂઆતથી જ ભાજપે લીડ મળી હતી. હિમાચલમાં અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે ૯મી નવેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન થયુ હતુ. આવી સાથે જ તમામ ૩૩૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હિમાચલપ્રદેશમાં કોની સરકાર બનશે તે અંગે આજે ફેંસલો થયો હતો. ઉંચા મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી બન્ને જીતના દાવા કરી રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં રેકોર્ડ ૭૫ ટકાથી વધુ મતદાન થયું હતું. વર્ષ ૨૦૧૨માં નોંધાયેલા મતદાન કરતા વધુ મતદાન થયું હતું. ૨૦૧૨માં ૭૩.૫૧ ટકા મતદાન થયું હતું. કેટલીક જગ્યાએ ૮૪ ટકા સુધી મતદાન થયું હતું. દૂન, બડ્ડી (સોલાન જિલ્લા) ખાતે ૮૪ ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે જુબ્બલ કોઠાઈ ખાતે ૮૧ ટકા મતદાન થયું હતું. મતદાન બાદ ૬૨ ધારાસભ્યો સહિત કુલ ૩૩૭ ઉમેદવારો ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મુખ્યમંત્રી વીરભદ્રસિંહ, ૧૦ પ્રધાનો, આઠ મુખ્ય સંસદીય સચિવો, વિધાનસભાના નાયબ અધ્યક્ષ જગતસિંહ મોદી, પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમાલ અને એક ડઝનથી વધારે પૂર્વ મંત્રી સહિતના નેતાઓના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મુખ્યમંત્રીના નેતૃત્વમાં સત્તારુઢ કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી ધુમાલના નેતૃત્વમાં ભાજપે આ વખતે તમામ ૬૮ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. બસપના ૪૨ સીટ પર, માર્ક્સવાદી પાર્ટીના ૧૪ સીટ પર, સ્વાભિમાન પાર્ટી અને લોકગઠબંધન પાર્ટીના ૬-૬ સીટો ઉપર તથા અન્ય એક પાર્ટીના ત્રણ સીટો ઉપર ઉમેદવારો હતા. આ તમામના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ચૂંટણી પ્રચાર અભિયાનમાં ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા હતા. મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી બંને પોતાની સીટો બદલી ચુક્યા છે અને અર્કી તથા સુઝાનપુરથી ચૂંટણી મેદાનમાં હતા. મંડીસદર સીટ પરથી પૂર્વ દૂરસંચાર પ્રધાન સુખરામના પુત્ર અનિલ શર્માની સામે કોંગ્રેસના મંત્રી કોલસિંહ ઠાકુરની પુત્રી ચંપા ઠાકુર મેદાનમાં હતા.મતદારોની સંખ્યા ૫૦૨૫૯૪૧ નોંધાઇ હતી. જે પૈકી મોટા ભાગના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં ૭૫૨૫ મતદાન કેન્દ્રો પર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા સજ્જ દેખાઇ રહ્યા હતા. પોલીસ અને હોમગાર્ડના ૧૭૮૫૦ કર્મીઓ સુરક્ષાના ભાગરૂપે તૈનાત કરાયા હતા. હિમાચલ પ્રદેશમાં પણ ભાજપ તરફથી તમામ સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો જેમાં વડાપ્રધાન મોદીએ અનેક સભાઓ કરી હતી. અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્યોએ પણ જોરદાર પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસે હિમાચલમાં શરૂઆતથી જ ઉદાસીનતા દર્શાવી હતી.

Related posts

पाकिस्तान ने राजौरी में किया संघर्ष विराम का उल्लंघन, 1 जवान शहीद

editor

સુહાનાએ સો.મીડિયા પર શેર કરી એક જૂની તસ્વીર

editor

सेना के आधुनिकीकरण में बाधा बन रही है फंड की कमी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1