Aapnu Gujarat
ગુજરાત

ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિજ્યા રાહતકર મહાસંપર્ક અભિયાનમાં જોડાયા

ભાજપ મહિલા મોરચના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકરજી અને ઉપાધ્યક્ષ કૌશ્લ્યા કુંવરબા અને પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અરૂણા ચૌધરીએ ગુજરાત ગૌરવ મહા સંપર્ક અભિયાન હેઠળ આજે સિધ્ધપુરના ત્રણ વોર્ડમાં ડોર ટુ ડોર સંપર્ક કરી વડાપ્રધાનનો સંદેશો આપવાની સાથે ગુજરાતના વિકાસના કામોની પત્રિકાનુ વિતરણ કર્યુ હતુ.ગુજરાત સરકાર દ્વારા મહિલાલક્ષી લાગુ કરવામા આવેલી યોજનાઓ લોકો સુધી પહોંચાડી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ આજે રાજપથ ખાતે મેડીકલ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ તબીબો સાથે માહિતીસભર વાર્તાલાપની બેઠકમા ભાગ લીધો હતો.
૭૦થી વધુ અગ્રણી તબીબો સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં સરકાર દ્વારા લેવામા આવેલા પગલાઓની ચર્ચા કરી હતી.સ્ટેન્ટની કિંમતમા ઘટાડા ઉપરાંત ઘુંટણની સર્જરીમા લેવામા આવતા ઈમ્પ્લાન્ટસની કિંમતમાં કરવામા આવેલા ઘટાડા અંગે પણ વાત કરવામાં આવી હતી.

Related posts

ગોધરા કાંડ : વધુ બે દોષિતને જન્મટીપની સજા

aapnugujarat

पूर्वजोन में पीकनिक हाउस उद्‌घाटन से अब भी वंचित

aapnugujarat

યુવાનોના હિતમાં સરકાર રિટ પિટિશનને પરત ખેંચે : કોંગીની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1