Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનની પૂર્ણાહૂતિ : શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જો સાથે અમિત શાહની વ્યાપક ચર્ચા

ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનન આજે પૂર્ણાહૂતિ થઇ હતી. સાતમી નવેમ્બરે આની શરૂઆત થયા બાદ આજે રવિવારે તેનીપૂર્ણાહૂતિ થઇ હતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક પ્રચારના અંતિમ દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જોને, ડિસા, અમદાવાદ જિલ્લા, ગાંધીનગર શહેર, ગાંધીનગર જિલ્લા, મહેસાણા જિલ્લાના શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જોને ટાઉનહોલ ગાંધીનગર ખાતે આજે માર્ગદર્શન આપ્યું હતું. શાહે કાર્યકરોમાં જોશ અને ઉત્સાહનો સંચાર કરતા કહ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે છેલ્લા સાડા ત્રણ વર્ષના ગાળામાં એક પણ એવું કામ કર્યું નથી જેના કારણે ભાજપના કાર્યકરો તરીકે આપણને માથુ નીચું કરવું પડે. ભાજપની આજે ૧૮ રાજ્યોમાં સરકારો છે. ૧૧ કરોડ સભ્યો સાથેની વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. મોદીની પ્રજાલક્ષી અને ગરીબલક્ષી યોજનાઓને સમગ્ર વિશ્વમાં આવકાર મળી રહ્યો છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણા ઉપર કડક નિયંત્રણો લઇને દેશને ઇમાનદારી તરફ વાળી આગળ વધી રહ્યા છે. ગુજરાતની પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ સતત આપણી સાથે રહ્યો છે.
રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ભાજપ સરકારે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ આગળ વધારીને ગુજરાતના વિકાસને આગળ વધારવાના પ્રયાસ કર્યા છે. ગુજરાતમાં ત્રણ ૩/૪ બહુમતિ સાથે જીત મેળવવા શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જોને અમિત શાહે હાકલ કરી હતી. અમિત શાહે ૭મી નવેમ્બરના દિવસે મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ તમામ રાષ્ટ્રીય નેતાઓ આમા જોડાયા હતા.

Related posts

खाद्यचीजों में मिलावट पर दो व्यापारी को छह महीने जेल

aapnugujarat

કુબેરનગરથી ૧૪ મહિલા જુગાર રમતી ઝડપાઇ ગઈ

aapnugujarat

રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાનો જિલ્લાકક્ષાનો યોજાયેલો ગરીબ કલ્યાણ મળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1