Aapnu Gujarat
ગુજરાત

સૂરસાગર તળાવમાં સ્થાપિત શિવ મૂર્તિ સોનાથી મઢાશે

શ્રાવણના પવિત્ર મહિનો શિવભક્તો માટે એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. વડોદરાના સુરસાગર તળાવની વચ્ચે બનાવવામાં આવેલી ભગવાન શિવની ૧૧૧ ફૂટની મૂર્તિ હવે સોનાથી મઢવામાં આવી છે. જેથી હવે ભગવાન શિવની મૂર્તિ ઝગમગાટ મારશે. મૂર્તિની સફાઈ કરી સોનું ચઢાવવાનું કામ જલ્દીથી શરૂ કરવામાં આવશે. મૂર્તિમાં કરવામાં આવતા ફેરફારનું કામ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતથી ચાલુ કરી દેવામાં આવશે. સત્યમ શિવમ સુંદરમ સમિતિના સંસ્થાપક અને મંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે, અમે આ કામ માટે દિલ્હીની એક કંપની સાથે વાતચીત કરી છે. તેમને જણાવ્યું કે, ઢાંચો તૈયાર થયા બાદ મૂર્તિનું માપ લેવામાં આવશે. મૂર્તિ પર લાગનાર સોનાની કુલ માત્રા અને સમગ્ર ખર્ચ ત્યારે ખબર પડશે.
વર્ષ ૨૦૦૨માં આ શહેરને સમર્પિત કર્યા બાદ ભગવાન શિવની આ મૂર્તિ દેશની સૌથી મોટી પ્રતિમા માનાવામાં આવશે. તમને જણાવી દઈએ કે, મૂર્તિ નિર્માણનું કામ ૧૯૯૬માં શરૂ થયું હતું અને તેને પુરું કરવામાં ૬ વર્ષનો સમય લાગ્યો હતો. ત્યારબાદ આ મંદિરને સર્વેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ મૂર્તિ ૨૩ થાંભલા પર ટકેલી છે, જે ૭૮ ફૂટ ઉંડી છે. મૂર્તિ પર સોનું ચઢાવવાના કામ માટે અત્યાર સુધી ૭ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે. આ વિશે એક એનઆરઆઈ ડૉક્ટર કિરણે ૪.૫ કરોડ રૂપિયા આ કામ માટે દાનમાં આપ્યા છે. જ્યારે ૨.૫ કરોડ અન્ય દાનકર્તાઓએ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પટેલ હાલમાં એનઆરઆઈ લોકોને મળવા માટે અમેરિકા ગયા હતા અને ત્યાં આ પ્રોજેક્ટ માટે તેમને દાનને ધ્યાનમાં રાખીને લોકોની મુલાકાત કરી હતી.

Related posts

ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલા કરનાર સામે પાસા કરો : હાઈકોર્ટ

aapnugujarat

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા શાંતિ રથ (અંતિમયાત્રા રથ)નું લોકાર્પણ કરાશે

aapnugujarat

નર્મદા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓને ૨૦૧૬-૧૭ માં મંજૂર થયેલી ફ્રેશ અને રીન્યુઅલ મંજૂર થયેલી શિષ્યવૃત્તિની જાણકારી અંગે સૂચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1