Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાહુલના વીડિયો મામલે કોંગ્રેસનું એક જૂથ નારાજ

રાહુલ ગાંધી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રોજ સોશ્યલ મીડિયા પર વિડિયો રિલિઝ કરીને સતત ચીન મુદ્દે મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીના ચાહકો તો તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે પણ કોંગ્રેસમાં જ એક જૂથ આ પ્રકારના વિડિયોથી નારાજ હોવાની ચર્ચાઓ પણ દબાતા સૂરે ચાલી રહી છે. નેતાઓનું એક જૂથ રાહુલ ગાંધીના આ પ્રકારના એપ્રોચ પર સવાલ ઉઠાવી રહ્યું છે. કારણકે રાહુલ ગાધી આ પ્રકારના વિડિયો રિલિઝ કરતા પહેલા પોતાના સાથી નેતાઓ કે કાર્યકરો સાથે સલાહ લેવા ચર્ચા વિચારણા પણ કરી રહ્યા નથી.એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એક નેતાએ કહ્યું હતું કે, રાહુલ અમારી સાથે વાત કરતા નથી અને અમને ખબર નથી કે તેમને કોણ સલાહ આપે છે. આ જ મુદ્દે પી ચિદમ્બરમને પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ મારી સલાહ લીધી નથી. કારણ કે હું સંરક્ષણ કે વિદેશ મંત્રી રહ્યો નથી.દરમિયાન કોંગ્રેસમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ટીમો અલગ-અલગ થઈને કામ કરી રહી છે. રાહુલ ગાંધી પોતાના પ્રભાવનો ઉપયોગ જવાબદારીથી કરી રહ્યા નથી .જેનાથી કોંગ્રેસમાં સવાલ ઉઠી રહ્યા છે. ન્યૂઝ ચેનલ સાથેની વાતમાં નેતાને પૂછવામાં આવ્યું કે, સોનિયા ગાંધી કરતા અલગ રસ્તા પર રાહુલ ગાંધી કેમ જોવા મળે છે ત્યારે તેમણે કહ્યું હતું કે, કદાચ રાહુલ ગાંધી વિચારતા હશે કે અમે બધા બેકાર છે અને તેમના જ સલાહકારો વધારે જાણકાર છે.

Related posts

कई महीने पहले किया था अरुण जेटली को आगाहः राहुल गांधी

aapnugujarat

रजनीकांत की राजनीति का चैन्नई में विरोध शुरु हुआ

aapnugujarat

ગેહલોત,કમલનાથ,ચિદમ્બરના પુત્ર મોહને કારણે પાર્ટીએ પરિણામ ભોગવવું પડ્યુ : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1